હવે ચપટી વગાડતા જ મળી જશે વાયરલેસ બ્લૂટૂથ ઇયરબડ્સ, બસ ફૉલો કરો આ ટિપ્સ

હવે ચપટી વગાડતા જ મળી જશે વાયરલેસ બ્લૂટૂથ ઇયરબડ્સ, બસ ફૉલો કરો આ ટિપ્સ

વાયરલેસ બ્લૂટૂથ ઈયરબડ્સ ખરીદ્યા પછી લોકો તેનો ઉપયોગ ખૂબ જ ધ્યાનથી કરે છે. તેની કિંમત વાયર્ડ ઇયરબડ્સ કરતાં વધુ હોય છે. તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. આજ કારણ છે કે લોકો તેનો ઉપયોગ કરવાનું વધારે પ્રિફર કરે છે.

લોકો ભીડવાળા રસ્તાઓ, મેટ્રો અને મોલમાં તેનો ઉપયોગ કરવાનું ટાળે છે. તેની પાછળનું સૌથી મોટુ કારણ ભીડ વાળી જગ્યા પર તેનું ગુમ થઈ જવું છે. જો તમને પણ આ પ્રકારની સમસ્યા છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી.

સરળતાથી શોધી શકો છો ગુમ થયેલા ઈયરબડ્સ
વાયરલેસ બ્લૂટૂથ ઇયરબડ્સ ગુમ થયા પછી હવે તમે તેને ખૂબ જ સરળતાથી શોધી શકો છો. આ માટે ગૂગલ પ્લે સ્ટોર પર એક એપ ફ્રીમાં ઉપલબ્ધ છે. તમારે ફક્ત તેને ડાઉનલોડ કરવાની રહેશે.

સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરો આ એપ
વાયરલેસ બ્લૂટૂથ ઇયરબડ્સ ક્યાંક મુક્યા પછી લોકો ભૂલી જાય છે. તમને પણ આ મુશ્કેલી છે તો ઘરની કોઈ જગ્યાએ ભૂલથી ખોવાઈ જાય પછી તેને શોધવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી Wunderfind: Find Lost Device એપ ફ્રીમાં ડાઉનલોડ કરવાની રહેશે.

જ્યારે સ્માર્ટફોન બ્લૂટૂથથી કનેક્ટ થાય છે ત્યારે તમે આ એપની મદદથી રેન્જ ચેક કરી શકો છો. એપ્લિકેશનમાંની રેન્જને ફોલો કરીને સ્માર્ટફોનને ઇયરબડ્સની તરફ લઈ જાઓ. આ રીતે તમે સરળતાથી ઇયરબડ્સ શોધી શકો છો.

ઇયરબડ્સને ગુમ થવાથી બચાવવા માટે ખરીદો આ ગેજેટ
શું તમે પણ વાયરલેસ બ્લૂટૂથ ઈયરબડને કોઈ જગ્યાએ મૂક્યા પછી વારંવાર ભૂલી જાઓ છો? તેનાથી બચવા માટે ઓનલાઈન અને ઓફલાઈન માર્કેટમાં ગેજેટ ઉપલબ્ધ છે. Silicon Magnetic Strap cableની શરૂઆતી કિંમત માત્ર રૂ.75 થી શરૂ થાય છે.

તેને ઈયરબડ્સમાં લગાવ્યા બાદ તેને સરળતાથી ગળામાં લટકાવી શકાય છે. આ સિવાય તેને કોઈપણ જગ્યાએ રાખવું પણ ખૂબ જ સરળ છે. ગીચ રસ્તાઓ પર ચાલતી વખતે તમે તેનો ઉપયોગ કરી શકો છો.

ઇયરબડ્સ ગુમ ન થાય તે માટે ફોલો કરો આ ટ્રીક
ઇયરબડ્સ ખોવાઈ ન જાય તે માટે તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કેટલાક લોકો જરૂર ન હોવા છતાં તેને હંમેશા કાનમાં રાખે છે. જેના કારણે કાનને નુકસાન થાય છે આ સિવાય કોઈ જગ્યાએ આકસ્મિક રીતે ઈયરબડ્સ પડી જવાની પણ શક્યતાઓ રહે છે.

જ્યારે જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરો. આ સિવાય તેને બહાર કાઢીને તેના કેસમાં રાખો. જો તમે તેને વારંવાર ગુમાવવા અંગે ચિંતિત હોવ તો તેના બદલે તમે નેક બેન્ડનો ઉપયોગ કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow