ના હોય! તમારા પણ વજનમાં એકાએક થઇ રહ્યો છે ઘટાડો? તો આજે જ કરાવજો આ ટેસ્ટ

ના હોય! તમારા પણ વજનમાં એકાએક થઇ રહ્યો છે ઘટાડો? તો આજે જ કરાવજો આ ટેસ્ટ

મોટાભાગે લોકો વધતા વજનના લીધે પરેશાન રહેતા હોય છે. વેઇટ લોસ કરવા માટે જિમ જવાનું, ઘરે એક્સર્સાઇઝ કરવી કે જોગિંગ કરવું કે ડાયેટિંગ કરવાની ઉપાયો અજમાવવામાં આવે છે. જોકે છતાં પણ તમે ઇચ્છતા હો તેવી ફિગર મેળવવી મુશ્કેલ છે. જો આવા સંજોગોમાં અચાનક તમારું વજન ઘટી રહ્યું હોય તો ખુશ થવાની જરૂર નથી. ખુશ થતા પહેલાં કેટલાક ટેસ્ટ કરાવો. કેમકે ઓચિંતું વજન ઘટી જવું તે શરીર માટે સારા સંકેત નથી. ઘણી બધી બીમારીની શરૂઆત વજન ઘટવાથી શરૂ થાય છે. જો તમે ડોક્ટરને બતાવીને જરૂરી ટેસ્ટ કરાવી લેશો તો શક્ય છે કે તમારા રોગનો ઇલાજ થઇ શકે.

ડાયાબિટિસ
રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે ડાયાબિટિસની શરૂઆતમાં વજન ઘટવું સૌથી સામાન્ય લક્ષણો છે. ખાસ કરીને ટાઇપ ટુ ડાયાબિટિસ લાઇફસ્ટાઇલમાં ગરબડના લીધે થાય છે. તેમાં વજન ઝડપથી ઘટવા લાગે છે. હાથ-પગમાં ઝણઝણાહટ, નબળાઇ અને વેઇટ લોસનાં લક્ષણો દેખાય છે. જો સમય પર ડાયાબિટિસનો ટેસ્ટ કરાવીને લાઇફસ્ટાઇલ બદલવામાં આવે તો વેઇટ સામાન્ય થઇ જાય છે.

હાઇપર થાઈરોઈડ
આજે અનેક લોકો થાઈરોઈડની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. થાઇરોઇડ બે પ્રકારના હોય છે. હાઇપો થાઇરોઇડમાં વજન અત્યંત ઝડપથી વધવા લાગે છે, તો હાઇપર થાઇરોઈડમાં વજન ઝડપથી ઘટવા લાગે છે. થાઇરોઇડ હોર્મોન્સના ઓવર એક્ટિવ થવાના લીધે થાય છે.

ડિપ્રેશન-સ્ટ્રેસ
ડિપ્રેશન કે જરૂરિયાત કરતાં વધુ તણાવ લેનારા લોકો જમવામાં ઓછો રસ લેવા લાગે છે. આ કારણે વજન ઘટવા લાગે છે. કેટલાક લોકો ડિપ્રેશન આવતાં વધુ જમવા લાગે છે, તો કેટલાક લોકો જમવાનું છોડી દે છે. આ કારણે જમા ફેટમાંથી એનર્જી એબ્ઝોર્બ થવા લાગે છે અને વ્યક્તિનું વજન ઘટવા લાગે છે.

કેન્સર
વજન ઘટવાનું એક કારણ કેન્સર પણ હોઇ શકે છે. કોલન કેન્સર, ઓવેરિયન કેન્સર, લ્યુકેમિયાના કેન્સરમાં દર્દીનું વજન ઝડપથી ઘટવા લાગે છે. કેન્સરમાં શરીરની ઇમ્યૂનિટી નબળી પડી જાય છે અને શરીર વીક બને છે.

પોષક તત્ત્વની કમી
શરીરનું વજન અચાનક ઘટવાનું કારણ ઘણી વખત યોગ્ય રીતે પોષક તત્ત્વ ન મળવાનું પણ હોઇ શકે છે. કિડની કે હાર્ટ પ્રોબ્લેમના લીધે પણ આમ થઇ શકે છે. પેટમાં બીમારી કે ઇન્ફેક્શનના લીધે પણ વજન ઘટે છે. તેથી જો એક્સર્સાઇઝ વગર તમારું વજન ઘટી ગયું હોય તો ડોક્ટર પાસે પહોંચી જાવ.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow