મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ત્રિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ત્રિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ત્રિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

  • વડાપ્રધાનશ્રી મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ગુજરાત’થી ‘વિકસિત ભારત’નો સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે
  • દુનિયાની ટોપ ૫૦૦ ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓમાંથી ૧૦૦ થી વધારે ગુજરાતમાં, MSMEની સંખ્યા ૨૭ લાખને પાર
  • આગામી જાન્યુઆરી, ૨૦૨૬માં રાજકોટમાં રીજીયોનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન થશે
    -આત્મનિર્ભર ભારત માટે ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ અપનાવવું જરૂરી
    ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
    મુખ્યમંત્રીશ્રીના હસ્તે પાંચ દાયકાની નિઃસ્વાર્થ સેવા બદલ ચેરમેન ધનસુખભાઈ વોરાનું વિશેષ સન્માન, ગ્રેટર રાજકોટ ઇન્ડસ્ટ્રીઝના ભવનનું ભૂમિપૂજન-બાયોગ્રાફીનું વિમોચન કરાયું
    ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
    રાજકોટ તા. ૨૨ નવેમ્બર - ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ રાજકોટ ખાતે ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ત્રિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.
    મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના નવા ભવનના ભૂમિપૂજન બદલ ચેમ્બરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળના વિકાસની વાત પર ભાર મૂક્યો હતો, જેના કારણે દરેક રાજ્યનો ભરોસો અને વિશ્વાસ કેન્દ્ર સરકાર પર વધ્યો છે. વડાપ્રધાનશ્રીનું નેતૃત્વ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરાવવા સક્ષમ છે.
    મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી "વસુધૈવ કુટુંબકમ"ની ભાવનામાં માને છે અને તેમનો કાર્યમંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી તરીકે જ્યારે ગુજરાતના વિકાસની શરૂઆત કરી, ત્યારે માત્ર એક શહેર કે એક ઝોન નહીં, પરંતુ આખા ગુજરાત માટે વિચાર કર્યો હતો. તેમણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વીજળી,રોડ, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સુધારવાની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ, ૨૦૦૩ માં, વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી, જેથી ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે ગ્લોબલ પ્લેટફોર્મ મળી શકે. આજે ગુજરાત તેના ફળ મેળવી રહ્યું છે. દુનિયાની ટોપ ૫૦૦ ઈન્ડસ્ટ્રીયલ કંપનીઓમાંથી ૧૦૦ થી વધારે ગુજરાતમાં સ્થિત છે.
    નાના ઉદ્યોગોના મહત્વ પર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલા ૬૬,૦૦૦ નાના ઉદ્યોગો નોંધાયેલા હતા, પરંતુ આજે ૨૭ લાખ જેટલા MSME રજિસ્ટર થયા છે. વિકસિત ગુજરાતના સંકલ્પને છેવાડાના માણસ સુધી પહોંચાડવા માટે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં રાજ્યમાં ચાર ઝોનમાં ચાર રીજીયોનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાંથી એક ઉત્તર ગુજરાતમાં સંપન્ન થઈ ગઈ છે, અને બીજી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન રાજકોટમાં આગામી જાન્યુઆરી, ૨૦૨૬માં થવાનું છે.મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ નિર્ધાર છે કે ભારત એવું રાષ્ટ્ર બને, જ્યાં ટેકનોલોજી, ઈનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય આપવામાં આવે. આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ કરવા માટેનું મૂળ સ્વદેશી છે. આત્મનિર્ભર ભારત માટે ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’ અપનાવવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો. તેમણે અપેક્ષા વ્યક્ત કરતા કહ્યું કે, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ રોજિંદા જીવનમાં સ્વદેશી અપનાવીને ભારતને આત્મનિર્ભર બનાવવા તરફના ઉદ્દેશમાં અગ્રેસર રહેશે.
    આજરોજ યોજાયેલા ત્રિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સૌપ્રથમ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ભવનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભૂમિપૂજન કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ભવનના નિર્માણથી રાજકોટના વેપાર-ઉદ્યોગ જગતને એક સંગઠિત કેન્દ્ર મળશે અને વિકાસની નવી દિશા ખૂલશે.
    ત્યારબાદ, ગ્રેટર ચેમ્બરના ચેરમેન ધનસુખભાઈ વોરાની સેવાનું સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા ૫૦ વર્ષથી વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમની નિઃસ્વાર્થ સેવા અને પ્રદાન બદલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
    આ તકે મુખ્યમંત્રીશ્રીના હસ્તે વરિષ્ઠ પત્રકારશ્રી કૌશિકભાઈ મહેતા દ્વારા લિખિત શ્રી ધનસુખભાઈ વોરાની બાયોગ્રાફીનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
    ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ અને મેમેન્ટો અર્પણ કરી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી રાજુભાઈ દોશીએ મહાભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે શ્રી ધનસુખભાઈ વોરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
    આ પ્રસંગે કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, સંસદસભ્ય શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વેશ્રી ભાનુબેન બાબરીયા, શ્રી દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ ટીલાળા અને શ્રી ઉદયભાઈ કાનગડ, અગ્રણી શ્રી માધવભાઈ દવે, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી રાજુભાઇ ધ્રુવ સહિતના મહાનુભાવો તેમજ જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ, મહાનગરપાલિકા કમિશ્નર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, નગરપાલિકાના પ્રાદેશિક નિયામક શ્રી મહેશ જાની, નિવાસી અધિક કલેકટર શ્રી એ. કે. ગૌતમ સહિતના ઉચ્ચ અધિકારીઓ, જુદા જુદા ઔદ્યોગીક સંગઠનોના હોદ્દેદારશ્રીઓ તેમજ વ્યાપાર જગતના શ્રેષ્ઠીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow