દર્શન રાવલના કોન્સર્ટમાં 30થી વધુ વિદ્યાર્થી ગૂંગળાયા

દર્શન રાવલના કોન્સર્ટમાં 30થી વધુ વિદ્યાર્થી ગૂંગળાયા

ટેકનોલોજી ફેકલ્ટીની ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં પાસની કાળાબજારીને કારણે ઓવર ક્રાઉડ થતાં ધક્કામુક્કીમાં ગૂંગળામણને કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઇ ગયા હતા. જેમને તાબડતોબ પ્રાથમિક સારવાર આપવી પડી હતી. 15થી 20 વિદ્યાર્થીઓને તેમના ઘરે છોડવા યુનિવર્સિટીની ગાડીમાં જવું પડ્યુ હોવાનું વિજિલન્સના અધિકારીએ જણાવ્યું હતું.

દર્શન રાવલના કાર્યક્રમ માટે 6 વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ખોલાયો ન હતો. જેમાં ધક્કામૂક્કીને પગલે વિદ્યાર્થીઓના બુટ-ચપ્પલ ખોવાઇ ગયા હતા. કેટલાંકને ઇજા પહોંચતાં વિદ્યાર્થીનેતાએ ગેટ પર ચઢી જઇને ગેટ ખોલાવ્યો હતો.

સ્થિતિ કાબૂ બહાર: નેતાએ ગેટ પર ચઢી જઇ ગેટ ખોલાવ્યો, વિદ્યાર્થીઓને ઇજા પહોંચી, બૂટ-ચપ્પલ વીખેરાયાં
એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ફૂટપ્રીન્ટ ઇવેન્ટમાં બોલીવુડના યુવાનોમાં લોકપ્રીય ગાયક દર્શન રાલવના કાર્યક્રમમાં ભારે ભીડ થઇ જતા સ્થિતી કાબુ બહાર પહોંચી હતી. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા 6 વાગ્યાથી ટેકનોલોજી ફેકલ્ટીના ગેટની બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રીત થઇ ગયા હતા. ગેટમાં સમયસર એન્ટ્રી નહિ આપવામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને નેતા ગેટ પર ચડી જઇને ગેટ ખોલાવ્યો હતો.

ટેકનોલોજી ફેકલ્ટીના ગેટ પણ તૂટી ગયો
અડધા કિમી લાંબી લાઇનો વિદ્યાર્થીઓની લાગી હતી. બે થી ત્રણ વિદ્યાર્થીની બેભાન થઇ જવાની ઘટના પણ બનવી હતી. વિદ્યાર્થી આગેવાન હર્ષલ રબારીએ જણાવ્યું હતું કે ભારે ભીડના પગલે વિદ્યાર્થીનીઓ ગૂંગળામણ થતાં બેહોશ થઇ જવા પામી હતી. જેથી 108ને બોલાવી હતી. ટેકનોલોજી ફેકલ્ટીના ગેટ પણ તૂટી ગયો હતો.

વિદ્યાર્થીને ઇજાઓ પણ પહોંચી હોવાની ઘટનાઓ બની
ધક્કામૂક્કીના પગલે વિદ્યાર્થીના બુટ,ચપ્પલ ખોવાઇ જવાના તથા વિદ્યાર્થીને ઇજાઓ પણ પહોંચી હોવાની ઘટનાઓ બની હતી. સમયસર ગેટ નહિ ખોલવામાં આવતા વિવાગ થયો હતો અને વિદ્યાર્થીઓને ધક્કામૂક્કીનો સામનો કરવો પડયો હતો. વિદ્યાર્થીઓના ફોન ખોવાઇ જવાની ફરીયાદો પણ કરી હતી. ફેકલ્ટીના પટાંગણમાં જયાં કાય્ક્રમ હતો ત્યાં પણ ભારે ભીડ થઇ જતા ગ્રાઉન્ડ પણ ગૂંગળામણ થાય તેવી સ્થિતી સર્જાય હતી.

3500ની ક્ષમતા સામે કાળાબજારી કરી 8 હજાર પાસ વેચાયા
ટેકનોલોજી ફેકલ્ટીના ગ્રાઉન્ડની ક્ષમતા 3500 પ્રેક્ષકોની હોવા છતાં 7થી 8 હજાર પાસ વહેંચાયા હતા. જેને પગલે ભારે ભીડમાં વિદ્યાર્થીઓના બુટ અને ચંપલો ખોવાઈ જવાની ઘટના બની હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના બુટ-ચંપલ વીખરાયેલા મળ્યા હતા. જોકે વિદ્યાર્થીઓએ વગર બુટ-ચંપલે કાર્યક્રમ નિહાળ્યો હતો.

વિજિલન્સ પણ ભીડ કાબૂ ન કરી શક્યાવિજિલન્સ પણ ભીડ કાબૂ ન કરી શક્યા
ભીડને વીજીલન્સ - બાઉન્સરો સંભાળી શકે તેવી સ્થિતી રહી ન હતી. ઓવરક્રાઉડને કારણે ધક્કામુક્કી થઇ હતી. વિદ્યાર્થીઓને કંટ્રોલ કરવા માટે વીજીલન્સ અને બાઉન્સરોએ ભારે જેહમત ઉઠાવવી પડી હતી.
​​​​​​​

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow