મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી અનુક્રમે ધોરાજી અને હળવદમાં યોજાઇ

મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી અનુક્રમે ધોરાજી અને હળવદમાં યોજાઇ

દેશમાં 74 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજકોટ અને મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી અનુક્રમે ધોરાજી અને હળવદમાં કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી હળવદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેકટર જી ટી પંડ્યા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્ર્ગાન સાથે હાજર મહેમાન અધિકારી પદાધિકારી શાળા કોલેજ છાત્રો તેમજ નાગરિકો દ્વારા ત્રિરંગાને સલામી અપાઈ હતી.

આ તકે કલેક્ટરે સરહદ પર તૈનાત જવાનોને વંદન કર્યા હતા. ઉજવણી દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા મોરબીમાં સેવા અને અલગ અલગ ક્ષેત્રમાં ઉત્ર્કુસ્ટ પ્રદર્શન કરનાર અધિકારી કર્મચારી શહેરી જનો અને સેવાભાવીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં જિલ્લા કલેકટર અને હાજર મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી મોરબી શહેરમાં પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સીટી મામલતદાર સાંચલા દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પરેડ નિરીક્ષણ કરી પરેડની સલામી ઝીલી હતી બીજી તરફ ધોરાજીમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું.

આ તકે તેમણે જણાવ્યું હતું કે ભારત આજે પાંચ ટ્રિલિયન ઇકોનોમી સાથે મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ મીટ માંડીને બેઠું છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે G - 20નું નેતૃત્વ, જે ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

વિધાનસભા અધ્યક્ષે સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ધીરજલાલ લક્ષ્મીશંકર રાવલનાં ધર્મપત્ની જશુમતીબેન રાવલનું સન્માન કર્યું હતું. તેમજ 40 થી વધુ નાગરિકો, કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કૃતિ રજુ કરનાર તમામ વિદ્યાર્થીઓનેમહાનુભા વોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow