મિહિર અને તુલસી વચ્ચે ઘણું બધું થવાનું છે!

મિહિર અને તુલસી વચ્ચે ઘણું બધું થવાનું છે!

'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' સિઝન 2 ટૂંક સમયમાં ટીવી પર પરત ફરી રહી છે. ભારતીય ટેલિવિઝનનાં સૌથી પ્રખ્યાત ઓન-સ્ક્રીન કપલ્સમાંથી એક તુલસી અને મિહિર ફરી એકવાર પાછાં ફરી રહ્યાં છે. આ શો સ્મૃતિ ઈરાનીના અભિનય અને ટેલિવિઝન સ્ક્રીન પર કમબેકને ચિહ્નિત કરે છે. નિર્માતાઓ શોને સારી રીતે પ્રમોટ કરી રહ્યા છે. તાજેતરમાં શોના જૂના કલાકારો ટાઇટલ ટ્રેકને શૂટ કરવા માટે ભેગા થયા છે. ચેનલ દ્વારા શૂટિંગનો BTS (સ્ક્રીન પાછળનાં દૃશ્યો) વીડિયો શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો શેર કરી લખવામાં આવ્યું છે, "કેમેરા પાછળ મિત્રતા, હાસ્ય અને ઘણી યાદો છુપાયેલી છે. તુલસી સાથેની સફર ફરી શરૂ થાય છે, શું તમે પણ સાથે જોડાશો? 29 જુલાઈથી રાત્રે 10:30 વાગ્યે #KyunkiSaasBhiKabhiBahuThi જુઓ."

વીડિયોમાં શક્તિ આનંદ, રિતુ સેઠ, ગૌરી પ્રધાન, હિતેન તેજવાણી, અમર ઉપાધ્યાય, કમલિકા, કેતકી દવે જેવાં કલાકારો સાથે શૂટિંગ કરતાં જોઈ શકાય છે. હિતેન તેજવાણીએ પહેલી સિઝનમાં કરણ વિરાણીની ભૂમિકા ભજવી હતી. કેતિકા દવેએ દક્ષા વિરાણીની ભૂમિકા ભજવી હતી. કમલિકા ગુહા અને શક્તિ આનંદ પણ વિરાણી પરિવારના સભ્યો હતા. આ બધાં કલાકારોને શોમાંથી ઘણી લોકપ્રિયતા મળી. પ્રોમોમાં બધા કલાકારો શોમાં પાછા ફરવાથી ખૂબ ખુશ છે. બધા કલાકારોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ શેર કરી છે.

શક્તિ આનંદ વીડિયોમાં કલાકારો સાથે ફરી જોડાવા અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરે છે અને યાદ કરે છે કે 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' તેમનું ડેબ્યૂ થયું હતું. હિતેન તેજવાણી અને તેમની પત્ની ગૌરી પ્રધાને શોમાં પાછાં ફરવા પર અનુભવ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને એવું લાગે છે કે જાણે આ સેટ ક્યારેય છોડ્યા જ નથી. કમલિકાએ એમ પણ કહ્યું કે 8 વર્ષ સુધી આ પાત્ર ભજવ્યા પછી જ્યારે તે 2025માં સેટ પર પાછી આવી ત્યારે તે તેમના માટે એક અનોખી ક્ષણ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow