કેન્સરના ઈલાજમાં મોટી ઉપલબ્ધિ: કીમો અને રેડિયોથેરેપીથી મળશે છૂટકારો, વૈજ્ઞાનિકોએ શોધી નાંખી નવી ટેકનિક

કેન્સરના ઈલાજમાં મોટી ઉપલબ્ધિ: કીમો અને રેડિયોથેરેપીથી મળશે છૂટકારો, વૈજ્ઞાનિકોએ શોધી નાંખી નવી ટેકનિક

કેન્સર દર્દીની સારવાર માટે આશાસ્પદ અહેવાલ છે. જો વૈજ્ઞાનિકોનુ પરીક્ષણ સફળ રહ્યું તો કેન્સરની સારવારમાં નવી ટેકનિક વિકસિત થશે. ડૉકટરોનુ કહેવુ છે કે કેન્સર એક જીવલેણ રોગ છે. જેની પાછળ કારણ છે કે આ બિમારીની જાણકારી ભાગ્યે જ પહેલા સ્ટેજમાં મળે છે. એડવાન્સ સ્ટેજમાં લોકોને લક્ષણ દેખાવા લાગે છે ત્યાં સુધી ઘણુ મોડુ થઇ ગયુ હોય છે. વૈજ્ઞાનિકો પણ કેન્સર સામે લડવા માટે સતત રિસર્ચ કરી રહ્યાં છે. હવે વૈજ્ઞાનિકોએ આવી નવી ટેકનિક વિકસિત કરી છે.

વૈજ્ઞાનિકોએ પહેલી વખત CRISPR Gene Editing Techniqueનો ઉપયોગ કર્યો છે. જેમાં જીનેટિક્સને ઈન્સર્ટ કરવામાં આવશે. જેનાથી ઈમ્યુન સેલ્સ કેન્સર કોશિકાઓ પર એટેક કરી તેને સમાપ્ત કરવાનુ કામ કરશે. સામાન્ય કોશિકાઓ પર આ ટેકનિકનો કોઈ નેગેટીવ પ્રભાવ નહીં થાય. ઈમ્યુનોથેરાપીની ઈફેક્ટ ઝડપથી વધી જશે. આ જિનેટિક્સ એડિટિંગ ટેકનિકનો ઉપયોગ પહેલા મનુષ્યમાં વિશિષ્ટ જીનેટિક્સને હટાવવા માટે કરવામાં આવ્યો છે. જેનાથી ઈમ્યુન સિસ્ટમને કેન્સર સેલ્સની સામે લડવા માટે એક્ટિવ કરી શકાય.

જર્નલ નેચરમાં આ સંદર્ભમાં અભ્યાસ પબ્લિશ થયો છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સીઆરઆઈએસપીઆરનો ઉપયોગ માત્ર વિશિષ્ટ જીનેટિક્સને બહાર નિકાળવા માટે કરવામાં આવ્યો. પરંતુ ઈમ્યુન સિસ્ટમમાં અમુક નવા જીનેટિક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો. જેનાથી દર્દીઓની કેન્સર કોશિકાઓમાં થતા ફેરફારને જીનેટિક્સ અને સેલ્સ સરળતાથી ઓળખી લેશે. સંશોધનકારોએ કહ્યું કે જ્યારે દર્દીઓને પાછા ઈન્ફેક્ટિડ કરવામાં આવે છે તો સીઆરઆઈએસપીઆર એન્જિનિયર પ્રતિરક્ષા કોશિકાઓ કેન્સર સેલ્સને ઓળખવાનુ શરૂ કરે છે. તેના સ્થાને કેન્સરની સામે સેલ્સનો એક સમૂહ બની જાય છે. વ્યક્તિની ઈમ્યુન સિસ્ટમમાં ઈમ્યુન સેલ્સ પર વિશિષ્ટ રિસેપ્ટર્સ હોય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow