લગ્નની લાલચે સગીરાનું અપહરણ

લગ્નની લાલચે સગીરાનું અપહરણ

રાજકોટની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી યુવાન નાસી છૂટ્યો હોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોઠડા ગામે રહેતા અને ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકની 17 વર્ષની સગીરાને યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ આપતા આજીડેમ પોલીસે આઈ.પી.સી. કલમ 363, 366 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક વર્ષ પહેલા પ્રેમસંબધ હતો
રાજકોટના લોઠડા ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મારે સંતાનમાં બે દીકરા તથા બે દીકરી છે. જેમાં મોટી દીકરીની ઉંમર 17 વર્ષની છે. આ મારી મારી દીકરી લોઠડા ગામે પ્રાથમીક શાળામાં ધોરણ-8 સુધીનો અભ્યાસ કરેલ છે. કાથરોટા ગામનો રાજુ રમેશભાઈ સરવૈયા તેના મામા મુન્નાભાઈ તથા શૈલેષભાઈ ખીમાભાઈ બાવરીયા સાથે રહે છે અને તેને લોઠડા ગામમાં વિપુલભાઈ દાનાભાઈ ડાભીની કરીયાણાની દુકાનભાડે રાખી વેપાર કરે છે. આ રાજુએ આજથી એક વર્ષ પહેલા મારી દીકરી સાથે પ્રેમસંબધ હોય તેને મારી દિકરીને મોબાઈલ આપેલ હોય. જેની મને ખબર પડી જતા મોબાઈલ તોડી નાખેલ હતો. અને બંનેનો પ્રેમસંબધનો વિરોધ કર્યો હતો

ઘરેથી નીકળ્યા બાદ લાપતા
ગત તારીખ18-01-2023ને બપોરના આશરે 4:30 વાગ્યે મારા પત્નિનો ફોન અમારા પાડોશી બહેનના ફોનમાંથી ફોન આવેલ અને મને ઘરે બોલાવેલ અને હું ઘરે જતા મારી પત્નિ એ મને વાત કરેલ કે આપણી દીકરી બપોરના ચારેક વાગ્યે ઘરેથી નિકળી ગયેલ છે તે આપણા પાડોશી આરતીબેને તેને ચાલીને બહાર જાતી જોયેલ છે જે અત્યાર સુઘી પાછી ઘરે આવેલ નથી જેથી મે તેમજ મારા પત્નિએ આજુ બાજુમાં તપસ કરતા મળી આવેલ ન હતી જેથી અમે આજથી એકાદ વર્ષ પહેલા કાથરોટા ગામનો રાજુ રમેશભાઈ સરવૈયા જે હાલ અમારી બાજુમાં તેના મામા મુન્નાભાઈ તથા શૈલેષભાઈ ખીમાભાઈ બાવરીયા સાથે રહે છે તેની તપાસ કરતા તે ઘેર હાજર મળી આવેલ નહી અને તેનો મોબાઈલ ઉપર ફોન કરતા મોબાઈલ બંઘ બતાવતો હતો.

મારી દીકરીનું અપહરણ કરીને લઈ ગયો છે
રાજુના ભાઈ વિપુલને બનાવા અંગે તેમજ રાજુ બાબતે પુછતા પોતે કોઈ જવાબ આપેલ નહી અને અને તે પણ દુકાન બંધ કરી નાસી ગયેલ હતો જેથી અમો બઘા ઘરના સભ્યોએ આ બાબતે ફરીયાદ કરવાનુ નકકી કરતા સગીરાના પિતાએ પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું હતું કે રાજુ સરવૈયા બદકામ કરવાના ઈરાદે લગ્ન કરવાની લાલચ આપી મારી દીકરીનું અપહરણ કરી લઇ ગયેલ છે. જેથી તેની સામે ઘોરણસર થવા મારી ફરીયાદ છે. હાલ પોલીસે આઇપીસી કલમ 363, 366 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow