કૉફી પીવાના શોખીન હોવ તો વાંધો નહીં પણ ક્યારેય ન કરતાં આ ચાર ભૂલ, ઉંમર પહેલા થઈ જશો ઘરડા

કૉફી પીવાના શોખીન હોવ તો વાંધો નહીં પણ ક્યારેય ન કરતાં આ ચાર ભૂલ, ઉંમર પહેલા થઈ જશો ઘરડા

ખોટી રીતે કૉફીનુ સેવન કરશો તો શરીરને થશે નુકસાન

દિવસની શરૂઆત જો તમે એક કપ કૉફીની સાથે કરો છો તો તમે એકલા નથી. વિશ્વભરમાં લોકો કૉફીની સાથે દિવસની શરૂઆત કરે છે. નેશનલ કૉફી એસોસિએશનના એક અભ્યાસ મુજબ 62 ટકા અમેરિકન દરરોજ કોઈના કોઈ રૂપે કૉફી પીવે છે. કૉફીને જો સારી રીતે પીવામાં આવે તો તે આરોગ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તમે ખોટી રીતે કૉફીનુ સેવન કરો તો આ શરીરને નુકસાન પહોંચાડવા લાગે છે અને ઉંમરની અસર ઝડપથી વધે છે. ઈટદિસનોટદેટ મુજબ, ધ કોર હેલ્ધી ઈટીંગ પ્લાનના લેખકે જણાવ્યું કે કૉફીનુ કેવીરીતે સેવન કરવુ જોઈએ અને તેના નુકસાનથી બચવા માટે આપણે કઈકઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.‌

બ્રેકફાસ્ટની જગ્યાએ કૉફી

જો તમે સવારે બ્રેકફાસ્ટની જગ્યાએ માત્ર એક કૉફી પીને કામ ચલાવો છો તો આ તમારા આરોગ્ય માટે નુકસાનકારક છે. તો જરૂરી છે કે તમે કૉફીની સાથે બ્રેકફાસ્ટ ફરજીયાત કરો. આ વાતનુ ધ્યાન રાખો કે બ્રેકફાસ્ટમાં ભરપૂર ફાઈબર, એન્ટીઑક્સિડેન્ટ અને પ્રોટીન હોય. આમ કરવાથી વૃદ્ધત્વ સાથે જોડાયેલી બિમારીઓ નહીં થાય.

ખાંડનો વધુ ઉપયોગ

જો તમે કૉફીમાં વધુ ખાંડ મિલાવી રહ્યાં છો તો આ તમારા આરોગ્યને ઘણુ નુકસાન પહોંચાડી શકે છે. એવામાં સારું રહેશે કે તમે બ્લેક કૉફી લો અને ઓછામાં ઓછી ખાંડનો ઉપયોગ કરો. ઉંમર વધતા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરેની સમસ્યા ઝડપથી વધે છે. ખાંડવાળી કોફી સમસ્યાને વધુ વધારી શકે છે.

પાણીની જગ્યાએ કૉફી પીવી

જો તમે તરસ બુઝાવવા માટે કૉફી પી રહ્યાં છો તો આ તમારા શરીરમાં હાઈડ્રેશનની સમસ્યા ઉભી કરી શકે છે. જેમાં રહેલ કેફીન શરીરમાં પાણીની સાથે પોષક તત્વોના અવશોષણને પણ ઘટાડી દે છે. જેનાથી ડાયજેશન, સ્કિન, એનર્જી લેવલ વગેરેની સમસ્યા વધવા લાગે છે અને ચહેરા પર વૃદ્ધત્વની અસર દેખાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow