તમારી ડાયેટમાં શામેલ કરો આ વિટામિન, Heart Attackથી બચાવવાની સાથે સ્વાસ્થ્ય પર જોવા મળશે બેસ્ટ રિઝલ્ટ

તમારી ડાયેટમાં શામેલ કરો આ વિટામિન, Heart Attackથી બચાવવાની સાથે સ્વાસ્થ્ય પર જોવા મળશે બેસ્ટ રિઝલ્ટ

પાછલા થોડા મહિનાઓમાં હાર્ટની સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. ઓછી ઉંમરમાં જ હાર્ટ એેટેક આવી રહ્યો છે. જેનાથી લોકોના ઘટના સ્થળે જ મોત થઈ રહ્યા છે. હાર્ટની બિમારીઓથી બચવા માટે ડોક્ટર યોગ્ય ડાયેટ અને સારી લાઈફસ્ટાઈલની સલાહ આપે છે.

ડોક્ટરનું કહેવું છે કે હાર્ટની બિમારીઓથી બચવા માટે વિટામિન Kની ભૂમિકા પર ફરીથી ભાર આપવાની જરૂર છે. વિટામિન K લેવાથી હાર્ટ ડિઝિઝથી બચી શકાય છે. આ વિટામિનને નિયમિત રીતે પોતાની ડાયેટમાં શામેલ કરવું જોઈએ.

ફેટમાં ભળી જાય છે વિટામિન K
ડોક્ટરોના જણાવ્યા અનુસાર વિટામિન K ફેટમાં ભળી જાય છે. જેને શરીર સરળતાથી અવશોષિત કરી લે છે. વિટામિન Kના સૌથી પ્રચલીત રૂપ વિટામિન K1 અને વિટામિન K2 છે. બન્ને જ શરીર માટે જરૂરી છે.

જર્નલ ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત રિસર્ચમાં જાણકારી મળી છે કે શરીરને ઘણા પ્રોટીનોની જરૂર હોય છે. તેમાંથી ઘણા પ્રોટીનો માટે વિટામિન K લેવું ખૂબ જ જરૂરી છે.

આ વિટામિનથી હાર્ટની સાથે ઘણા અન્ય ઓર્ગનનો પણ ફાયદો થાય છે. યુરોપિયન જર્નલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત એક બીજા રિસર્તમાં આ જાણકારી મળી છે કે પોતાની ડાયેટમાં જરૂરી વિટામિન K લેવાથી હાર્ટ ડિઝીઝનો ખતરો ઘણો વધી જાય છે. દરેક ઉંમરના લોકો માટે આ વિટામિન ફાયદાકારક છે.

વિટામિન Kની કમી ખતરનાક
વિટામિન K હાર્ટને સ્વસ્થ્ય રાખવા માટે ખૂબ જ જરૂરી છે. અહીં જાણવા મળ્યું છે તે આ ખાસ વિટામિનની કમીથી પ્રોટીન GLAનું નિર્માણ થાય છે. જે હાર્ટ ડિઝીઝના જોખમને ઘટાડે છે. વિટામિન Kની કમી શરીરના બ્લડ સેલ્સમાં કેલ્સિયમ સ્ટોરને વધારે છે અને હાર્ટની બિમારીઓનું જોખમ વધારે છે.

જ્યારે વિટામિન K લેવાથી શરીરમાં એથેરોસ્ક્લેરોસિસ અને કેલ્સીફિકેશન ઓછુ થઈ જાય છે જેનાથી હાર્ટ એટેક આવવાનું રિસ્ક પણ ઓછુ રહે છે.

હાડકા માટે ફાયદાકારક
વિટામિન Kની કમીથી હાડકા તૂટવાનો ખતરો વઘારે હોય છે. ખાસ કરીને હિપના હાડકામાં સમસ્યા વધી જાય છે. વિટામિન K હાડકાના વિકાસ સાથે સંકળાયેલ હોય છે. તેવી જ રીતે અમુક પ્રોટીનને સક્રિય કરે છે. જે દાંતના પુનઃ ખનિજીકરણમાં મદદ કરે છે.

પાલકમાં હોય છે વિટામિન K
ડૉક્ટર જણાવે છે કે પાલક અને બીજી ઘણી શાકભાજીમાં વિટામિન K ભરપૂર પ્રમાણમાં હોય છે. પાલકનું સેવન શરીરમાં વિટામિન Kની કમી દૂર કરે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow