સમાધાનના નામે બોલાવી 4 શખસે યુવાન પર ધારિયાથી હુમલો કર્યો

સમાધાનના નામે બોલાવી 4 શખસે યુવાન પર ધારિયાથી હુમલો કર્યો

રાજકોટના આજીડેમ પાસે દેવકીનંદન સોસાયટી શેરી નં.5માં રહેતા બબનભાઈ મારૂની 10 મહિનાની દીકરી જાનવી ગઈકાલે સાંજે 7 વાગ્યે ઘરે રમતા રમતા કોઈ કારણોસર પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી. જોકે પરિવારજનોએ બહાર કાઢી તો બેભાન થઈ ગઈ હતી. આથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલના ચિલ્ડ્રન ઇમરજન્સી વોર્ડમાં ખસેડી હતી. જોકે આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

ચાર શખસે યુવાન પર જીવલેણ હુમલો કર્યો
રાજકોટના કુબલિયાપરા શેરી નં.5ના ખુણા પાસે ચંદ્રીકા પાનની સામે ચાર શખસે યુવાનને સમાધાન માટે બોલાવ્યો હતો. બાદમાં યુવાન પર ધારિયાથી હુમલો કર્યો હતો. આથી યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. યુવાનની માતાએ આ અંગે ચારેય શખસો વિરૂદ્ધ દીકરાની હત્યાની કોશિશની ફરિયાદ થોરાળા પોલીસમાં નોંધાવી હતી. આથી ગુનો નોંધી પોલીસે ચારેય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

માતાની ફરિયાદ પરથી પોલીસે 4 શખસ વિરૂદ્ધ ગુનો

આ બનાવમાં ફરિયાદી સીતાબેન જીતુભાઈ સોલંકીએ ફરિયાદમાં આરોપી તરીકે દિનેશ નાથા સોલંકી, રાજેશ નાથા સોલંકી, બાબુ ઉર્ફે અપ્પુ નાથા સોલંકી અને સાગર નાથા સોલંકીના નામ આપ્યા છે. પોલીસે આ ચારેય આરોપી વિરૂદ્ધ 307, 504(2), 114 તથા જી.પી. એક્ટ કલમ 135 (1) મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

અગાઉના મનદુખનો ખાર રાખી હુમલો કર્યો
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો દીકરો વિજય અને દિનેશ સોલંકી વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી બકરાના ધંધા બાબતના રૂપિયાના ભાગ અંગે મનદુખ ચાલતું હતું. જેનો ખાર રાખી ચારેય આરોપીએ એકબીજાની મદદગારી કરી હતી. દિનેશ સોલંકીએ વિજયને સમાધાન માટે બોલાવ્યો હતો. બાદમાં ગાળો આપી દિનેશે પોતાની પાસે રહેલા ધારીયાનો ઘા માથામાં ઝીંકી દીધો હતો. આથી વિજય લોહીલૂહાણ થઈ ગયો અને ગંભીર ઇજા પહોંચી હતી.

ઓક્સિજન ફ્લોમીટર મેળવવામાં 5.62 લાખ ગુમાવ્યા વિરાણી ચોકની પાછળ રહેતા કિશોરભાઈ દોશીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, રજત અગ્રવાલ નામના શખસે ફેસબુકમાં ઓક્સિજન ફ્લોમીટરની જાહેરાત મૂકી હતી. આથી મેં તેની સાથે ફોનમાં વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ઓક્સિજન ફ્લોમીટર ઓછામાં ઓછા 500 નંગ મળે છે અને રૂપિયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી આપો. બાદમાં તમને ઓક્સિજન ફ્લોમીટરનો જથ્થો મોકલી પાકુ બિલ પણ આપીશ. આથી મને વિશ્વાસમાં લેતા મેં તેના બેંક ખાતામાં 6.40 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ તેણે કોઈ જથ્થો ન મોકલતા મેં તેની પાસે રૂપિયા માગતા તે વાયદાઓ કરતો હતો. બાદમાં 78 હજાર મારા ખાતામાં પરત આપ્યા હતા. બાકીના 5.62 લાખ હજુ પરત કર્યા નથી. પોલીસે આરોપી રજત સામે 406, 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

17 વર્ષની સગીરાનું અપહરણ
આંબેડકરનગરની શેરી નં.2માં રહેતી 17 વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ માતાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજ મકવાણા અમારા ઘર પાસે ઇકો કાર લઈને આવ્યો હતો અને મારી દીકરીને લગ્નની લાલચ આપી લઈ ગયો હતો. આથી પોલીસે આરોપી રાજ સામે 363, 366 મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

આરોપીને રાજકોટ પોલીસે ઝડપી લીધો.

આરોપીને રાજકોટ પોલીસે ઝડપી લીધો.

જૂનાગઢનો નાસતો ફરતો આરોપી રાજકોટમાં ઝડપાયો
પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળતા રાજકોટ શહેર દૂધ સાગર રોડના છેડે યાસીનના પેટ્રોલ પંપ સામેથી નાસતા ફરતા આરોપી અર્જુન સોલંકીને ઝડપી લીધો હતો. જૂનાગઢના બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અર્જુન વિરૂદ્ધ કલમ 454, 457, 380, 114 મુજબ ગુનામાં નાસતો ફરતો હતો. આરોપી અજુન વિરૂદ્ધ રાજકોટમાં અગાઉ ચાર ગુના નોંધાયા હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow