સર ટી.માં દર્દીઓના સંબંધીને બહાર સુવાની ફરજ

સર ટી.માં દર્દીઓના સંબંધીને બહાર સુવાની ફરજ

શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર્દીની સાથે આવેલ સંબંધીઓ રાત્રે સુવાની વ્યવસ્થા ન હોવાથી તેમને બહાર સૂવાની ફરજ પડે છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પથિકાશ્રમ બનાવાય કે જેમાં દર્દીના સંબંધીને દરેક ઋતુમાં રક્ષણ મળી રહે તેવી લોકમાંગ ઉઠી છે.

શહેરની આ હોસ્પિટલમાં શહેરના તથા બહાર ગામના દર્દીઓ પણ સારવાર લેવા માટે દાખલ થયેલા હોય છે. ત્યારે દર્દીની સાથે આવેલ માત્ર એક સંબંધીને જ સાથે રહેવાની છૂટ આપવામાં આવે છે, બાકીના ગ્રામ્ય વિસ્તારથી સાથે આવેલ સંબંધીઓને બહાર સૂવું પડતા ભારે હાલાકી ભોગવી પડે છે.

સંબંધીઓને બહાર સૂવું પડતા ભારે હાલાકી
જો હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પથિકાશ્રમ બનાવાય કે જેમાં દર્દીના સંબંધીને શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી ઋતુમાં રક્ષણ મળી રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સર ટી. હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત કેન્સર હોસ્પિટલમાં સ્ત્રીઓનો મેડિસિન, ઓપ્થલ જેવા વોર્ડ આવેલા છે. જેથી દર્દીની સાથે એક મહિલા સંબંધીને સાથે રહેવાની છૂટ હોય અને બાકીના સંબંધીઓને રાત્રિના સમયે સાથે રહેવાની મંજૂરી ન હોવાથી આજે કમોસમી વરસાદની હાલતમાં પણ તેઓને બહાર ધકેલવામાં આવ્યા હતા. જેથી તેઓને ભારે હાલાકી ભોગવી પડી હતી.

દર્દી સાથે એક સંબંધીને રહેવાની છૂટ મળે છે
હાલ હોસ્પિટલને ફેરવણી કાર્યવાહી થઈ રહી છે ત્યારે જગ્યાનો અભાવ જણાય છે. તેમજ પ્રથમ પ્રાથમિકતા દર્દીને આપવામાં આવે છે જેથી તેમના સંબંધીને સાથે રહેવા એક વ્યક્તિને છૂટ અપાય છે. જોકે હોસ્પિટલમાં વિવિધ જગ્યાઓ પર બેન્ચવાળો વિસામો બનાવાયા છે. તેમાં પણ લોકો સુતા હોય છે. પરંતુ દર્દીને તેમની ઓચિંતી જરૂર પડે તે માટે તેઓ વોર્ડની નજીક જ સુવાનું પસંદ કરતા હોય છે

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow