આ શાકભાજી ફ્રિજમાં મુકીને ખાવાની આદત હોય તો છોડી દો, થઈ શકે છે મોટું નુકસાન

આ શાકભાજી ફ્રિજમાં મુકીને ખાવાની આદત હોય તો છોડી દો, થઈ શકે છે મોટું નુકસાન

બધા ફળો અને શાકભાજી ફ્રીજમાં મુકવા ન જોઈએ  ‌‌શાકભાજી અને ફળોને તાજા રાખવા માટે લોકો ફ્રિજનો ઉપયોગ કરતા હોય છે. જે લોકો પાસે રોજ શાકભાજી અને ફળો લાવવાનો સમય નથી હોતો, તેઓ તેને અગાઉ લઇ આવીને ફ્રિજમાં સ્ટોર કરે છે. ફ્રિજમાં રહેલી આ વસ્તુઓ લાંબા સમય સુધી તાજી રહી શકે છે. પરંતુ નિષ્ણાતો એમ પણ કહે છે કે ફ્રિજમાં કેટલાક ફળો અને શાકભાજીને રાખવાનું ટાળવું જોઈએ. જો તેને ફ્રિજમાં રાખવામાં આવે તો તેનાથી ફૂડ પોઇઝનિંગ પણ થઇ શકે છે. તો આવો જાણીએ એવા શાકભાજી વિશે જેને ફ્રિજમાં ન રાખવા જોઈએ.

‌                                                           1. કાકડી‌‌કાકડીને સામાન્ય રીતે શાકભાજી માનવામાં આવે છે. કોલેજ ઓફ એગ્રીકલ્ચર એન્ડ એન્વાયર્મેન્ટલ સાયન્સના જણાવ્યા અનુસાર જો કાકડીને ત્રણ દિવસથી વધુ સમય સુધી 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવામાં આવે તો તે ઝડપથી સડવા લાગે છે. તેથી કાકડીને ફ્રિજમાં ન રાખો. ફ્રિજમાં રાખવાને બદલે કાકડીને સામાન્ય જગ્યાએ અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો. નિષ્ણાતોના મતે કાકડીને એવોકાડો, ટામેટાં કે તરબૂચ જેવા ફળોની પાસે પણ ન રાખવી જોઈએ. કારણ કે આવા ફળો પાકે ત્યારે ઇથિલિન ગેસ છોડે છે અને તે ગેસના સંપર્કમાં આવવાથી કાકડી ઝડપથી પીળી પડી શકે છે. જો કે આ ગેસ હાનિકારક નથી, પરંતુ તે ફળો અથવા શાકભાજીને ઝડપથી પકવે છે.‌

2. ટામેટાં‌‌નિષ્ણાતોના મતે ટામેટાંને પણ હંમેશા રૂમ ટેમ્પરેચરમાં રાખવા જોઈએ. ફ્રિજમાં રાખવાથી ટામેટાંનો સ્વાદ, બનાવટ અને સુગંધ પ્રભાવિત થાય છે, તેથી ઠંડા અને અંધારાવાળી જગ્યાએ ટામેટાંને સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ. બારીમાંથી આવતા સીધા સૂર્ય કિરણો ટામેટાં પકવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ફ્રિજમાં રાખેલા ટામેટાં કરતા ફ્રિજની બહાર રાખેલા ટામેટાં એક અઠવાડિયા સુધી વધુ ચાલે તેવી સંભાવના વધારે છે.‌

3. ડુંગળી‌‌નેશનલ ઓનિયન એસોસિએશન અનુસાર, ડુંગળીને ઠંડા, શુષ્ક, અંધારામાં અને સારી રીતે હવાઉજાસવાળા રૂમમાં રાખવી જોઈએ. કારણ કે ડુંગળી ભેજને સરળતાથી શોષી લે છે. જો તાપમાન અથવા ભેજ વધારે હોય તો ડુંગળી અંકુરિત થવાનું અથવા સડવાનું શરૂ કરી દે છે. જો ડુંગળીને રૂમ ટેમ્પરેચર પર રાખવામાં આવે તો ડુંગળી બે મહિનાથી વધુ સમય સુધી ચાલી શકે છે.

4. બટેટા‌‌કાચા બટેટાને ખુલ્લામાં બાસ્કેટમાં રાખવા યોગ્ય ગણાય છે. તેને ફ્રિજમાં રાખવાથી બચો. ઠંડુ તાપમાન કાચા બટેટામાં જોવા મળતા સ્ટાર્ચી કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સને બદલે છે અને આ બટેટાનું શાક મીઠાસ પકડી લે છે. તેથી તેને ફ્રિજમાં ન રાખો. પરંતુ શાક બનાવ્યા બાદ તમે ઇચ્છો તો તેને ફ્રિજમાં રાખી શકો છો.‌

5. લસણ‌‌લસણને પણ ફ્રિજમાં ન રાખવું જોઈએ. કારણ કે તેઓ ખૂબ જ ઝડપથી ભેજને શોષી  લે છે. તેથી તેને ડુંગળી જેવી ઠંડી, સૂકી જગ્યા પર રાખો. સાથે જ તેમને હવાની પણ જરૂર હોય છે, તેથી લસણને ક્યારેય બેગમાં પેક ન રાખો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow