જો તમે છો ડાયાબિટીસના પેશન્ટ! તો રોજિંદા જીવનમાં અચૂકથી અપનાવો આ 5 આદત, Blood Sugar રહેશે કંટ્રોલમાં

જો તમે છો ડાયાબિટીસના પેશન્ટ! તો રોજિંદા જીવનમાં અચૂકથી અપનાવો આ 5 આદત, Blood Sugar રહેશે કંટ્રોલમાં

ડાયાબિટીસ આજકાલ એક મોટી સમસ્યા છે. ઘણા લોકોમાં ડાયાબિટીસ જેવી બીમારીઓ જોવા મળે છે જેને મોટાભાગના લોકો નજરઅંદાજ કરે છે પણ તેઓ નથી જાણતા કે તે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.  

ડાયાબિટીસ એક રોગ છે જે ખૂબ જ જીવલેણ હોઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસ એ એક લાઈફસ્ટાઈલની બીમારી છે અને ભારતમાં આ બીમારી મહામારીનું રૂપ લઈ રહી છે. ડાયાબિટીસ ઘણા કારણોસર થાય છે અને આવી સ્થિતિમાં તેનાથી બચાવવાની રીતો પણ અલગ છે.

એક્સપર્ટસ મુજબ શરીરમાં પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલિન ન બનવાને કારણે ડાયાબિટીસ થાય છે. આ જેનેટિક, વધતી ઉંમર અને ચરબીને કારણે થાય છે. જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે તો એ વ્યક્તિએ તેની લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારે જાણવું જોઈએ કે સવારથી રાત સુધી બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવું કેટલું મહત્વપૂર્ણ છે. આ માટે દિવસભર ખોરાક અને લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખવું પડશે. કેટલું અને કયા સમયે ખાવું , શું ખાવું, ક્યારે કસરત કરવી અને ઓછો આરામ કરવો જોઈએ, આ બધી બાબતોનું નિયમિત રીતે પાલન કરવું જોઈએ. જો ડાયાબિટીસના દર્દીઓએ ગ્લુકોઝનું સ્તર જાળવી રાખવું હોય તો આ 5 આદતો અપનાવવી જરૂરી છે.

ચાલવું
ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવાર-સાંજ ચાલવું જોઈએ અને એ સાથે જ એમ પણ જોવાનું રહ્યું કે શારીરિક ગતિવિધિઓ જળવાઈ રહે છે જેથી વજન ન વધે. જો તમે ચાલવા માટે અલગથી સમય નથી કાઢી શકતા તો રોજિંદા જીવનના કામ માટે ચાલીને ઓફિસ અને માર્કેટ જવાનું રાખો.

ફાઇબરયુક્ત ખોરાક ખાઓ
એકપર્ટ્સની સલાહ પ્રમાણે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાઈબર કોઈ વરદાનથી ઓછું નથી. ફાઈબર લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને એ માટે વારંવાર ખાવાની જરૂર પડતી નથી. આ સ્થિતિમાં બ્લડ સુગર લેવલને જાળવી રાખવું સરળ બની જાય છે.

તાજા ફળોનું જ્યુસ પીઓ
ડાયાબિટીસના દર્દીઓએ ખાસ તાજા ફળોનું જ્યુસ પીવું જોઈએ. એમ કરવાથી ડાયાબિટીસના દર્દીઓનું સ્વાસ્થ્ય સારું રહે છે. ખાસ કરીને ધ્યાન રાખો કે પેક્ડ જ્યુસ ક્યારેય ન પીવું જોઈએ કારણ કે તેમાં ખાંડ ઉમેરવામાં આવી હોય છે અને તેના કારણે બ્લડ સુગરનું સ્તર વધી શકે છે.

ડિનર પછી તરત ન સૂવું જોઈએ
ઘણા લોકોને ડિનર પછી તરત જ સૂવાની આદત હોય છે અને એ કારણે બ્લડ શુગરનું સ્તર વધી શકે છે. એટલા માટે સૂતા પહેલા 10 થી 15 મિનિટ ચાલવું વધુ સારું માનવામાં આવે છે.

હાઇડ્રેટેડ રહો
કેટલાક લોકો એ વાતનું ધ્યાન રાખતા નથી કે તેઓ યોગ્ય માત્રામાં પાણી પી રહ્યા છે કે નહીં. એટલા માટે નિયમિત અંતરે પાણી પીતા રહેવું જોઈએ. જણાવી દઈએ કે સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર પડતી નથી. એટલે પોતાની જાતને હાઈડ્રેટ રાખો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow