કુખ્યાત બૂટલેગર હરિ સિંધી, તેના પુત્રને રૂમમાં નિર્વસ્ત્ર કરી ફટકાર્યા

કુખ્યાત બૂટલેગર હરિ સિંધી, તેના પુત્રને રૂમમાં નિર્વસ્ત્ર કરી ફટકાર્યા

શહેરના એક નામચીન બુટલેગરે બીજા કુખ્યાત બુટલેગર પિતા-પુત્રને નિર્વસ્ત્ર કરીને મારમારી કબૂલાત કરાવતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. મહત્વની વાત તોએ છે કે આ ત્રણેવ પોલીસના ચોપડે વોન્ટેડ છે. લાંબા સમયથી હાથ લાગતા નથી પરંતુ બંને એક બીજાને શોધી કાઢી વીડિયો વાઇરલ કર્યો છે જેની જાણકારી સ્થાનિક પોલીસ વિભાગને મળતાં તેની ગંભીર નોંધ લેવાઈ છે. એક સમયે દારૂના ધંધામાં સાથીદાર બૂટલેગરો વચ્ચે ગેંગવોરની નોબત આવી શકે છે. જે બુલેગરને નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવે છે એ હરીશ બ્રહ્મક્ષત્રિય ઉર્ફે હરી સિંધી અને તેના ઓરમાન પુત્ર હેરી હોવાનુ સ્પષ્ટ જોઈ શકાય છે.  

હરીશ બ્રહ્મક્ષત્રિય ઉર્ફે હરી

વાઇરલ થયેલા જુદા જુદા બે વિડિયો પૈકી એક વિડિયો જે માત્ર ૮ સેકંડનો છે જેમાં નિર્વસ્ત્ર હાલતમાં બંધ રૂમમાં પલંગ ઉપર બેઠેલા હરી સિંધી દારૂના ધંધાના હિસાબની કબૂલાત કરતો જોઇ શકાય છે જોકે વાતચિત સિંધી ભાષામાં થાય છે. બીજો વીડિયો ૩૦ સેકન્ડનો છે જેમાં એજ બંધ રૂમમાં ખૂણામાં તદ્દન નિર્વસ્ત્ર હાલતમાં ઉભેલા હેરીનો છે. વીડિયોમાં એને નગ્ન અવસ્થામાં જ ઉઠક બેઠક પણ કરાવાય છે. જોકે વીડિયોમાં મારનારનો ચેહરો જોઈ શકાતો નથી. વીડિયોના અવાજ પરથી અલ્પુએ ઉતાર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. જો કે હજુ સ્પષ્ટ થયું નથી.

હરિ સિંધી પાસે દારૂનો હિસાબ માગ્યો
માત્ર આઠ સેકંડના વીડિયોમાં નિર્વસ્ત્ર હાલતમાં હાથમાં પેન લઈને બેઠેલા હરી સિંધીને પૂછવામાં આવે છે કે કેટલો ધંધો કર્યો તો હરી કહે છે 30 થી 35 પેટી તો વળતો સવાલ થાય છે કે એનાથી વધારે નીકળશે તો હરી જવાબ આપે છે કે હિસાબ ડાયરીમાં લખેલો છે, તમે જોઈ શકો છો. આ સમયે જે ફોનથી આ વીડિયો ઉતારવામાં આવે છે એની ઉપર કોલ આવતા રેકોર્ડિંગ બંધ કરી દેવાય છે.

હેરીને નિર્વસ્ત્ર હાલતમાં ઊઠબેસ કરાવી
૩૦ સેકન્ડના આ બીજા વીડિયોમાં ખૂણામાં નિર્વસ્ત્ર ઉભેલા હેરીને પૂછ્યુ કે પંકજની ગાડી કેમ સળગાવી હતી જેનો જવાબ આપે છે ગલતી હો ગઈ તો ફરી પૂછયુ કે ગાડી સળગાવી ને ભાઈ બનવું છે? ચાલ ઊઠબેસ કર.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow