ગુરુના માર્ગદર્શનથી આપણું જીવન બદલી શકાય છે

ગુરુના માર્ગદર્શનથી આપણું જીવન બદલી શકાય છે

જૂની કહેવત છે કે ગુરુ વગર જ્ઞાન નથી મળતું અને શાસ્ત્રોમાં પણ ગુરુને ભગવાન કરતાં પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલું છે, કારણ કે ગુરુ જ ભગવાનની કૃપા મેળવવાનો રસ્તો બતાવે છે. ગુરુનું માર્ગદર્શન આપણું જીવન બદલી શકે છે. એટલા માટે ખૂબ જ સમજી-વિચારીને કોઈ યોગ્ય વ્યક્તિને જ પોતાના ગુરુ બનાવવા જોઈએ.

સંત સૂરદાસ સાથે જોડાયેલો એક કિસ્સો ખૂબ જ પ્રચલિત છે. સંત સૂરદાસના પિતા રામદાસ એક ગાયક હતાં. ભજન ગાતાં હતાં અને બાળક સૂરદાસ ભજન સાંભળી-સાંભળીને ગાવા લાગતાં હતાં. એવું કહેવાય છે કે જન્મથી જ સૂરદાસ અંધ હોવાથી કંઈ જોઈ શકતાં ન હતાં.

જેમ-જેમ સૂરદાસ મોટા થતાં ગયાં, તેમનું મન ધર્મમાં વધુ લાગવા લાગ્યું હતું. તેમના પિતા રામદાસને ચિંતા રહેતી કે હવે આ બાળકનું શું થશે? એક દિવસ સૂરદાસજીના જીવનમાં વલ્લભાચાર્યજીનું આગમન થયું.

વલ્લભાચાર્યજીએ વિચાર્યું કે આ બાળક આવી રીતે જ વ્યર્થ બોલતો રહ્યો, આમ-તેમ ભટકીને ભજનો સંભળાવતો રહેશે તો ભટકી જશે. તેના જ્ઞાનને ક્યાંક એકત્ર કરવું જોઈએ. ત્યારબાદ તેમને સૂરદાસજીને શિક્ષા-દીક્ષા પ્રદાન કરી.

વલ્લભાચાર્યજીએ સૂરદાસજીને શ્રીકૃષ્ણ લીલાઓનું દિવ્ય દર્શન કરાવ્યું, શ્રીકૃષ્ણ વિશેની તમામ જાણકારી આપી. ત્યારબાદ શ્રીનાથજીના મંદિરમાં કૃષ્ણ લીલાઓનું ગાન કરવાની જવાબદારી સૂરદાસજીને આપી. ત્યારબાદ સમયની સાથે સૂરદાસજીની ખ્યાતિ ચારેય તરફ ફેલાઈ ગઈ.

જીવન પ્રબંધન

આ કિસ્સાથી આપણે એ વાત સમજી શકીએ છીએ કે આપણા જીવનમાં ગુરુનું મહત્વ કેટલું વધુ છે. જો યોગ્ય ગુરુ મળી જાય તો કોઈપણ વ્યક્તિનું જીવન બદલી શકાય છે. એટલા માટે આપણે ખૂબ જ સમજી-વિચારીને કોઈને ગુરુ બનાવવા જોઈએ. જેને ગુરુ બનાવીએ, તેમની દરેક વાત ઉપર ભરોસો કરવો જોઈએ અને તેમના માર્ગદર્શનને જીવનમાં ઊતારવું જોઈએ, ત્યારે આપણા જીવનમાં સુખ-શાંતિ આવી શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow