Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
LIC NEW ENDOWMENT PLAN

દરરોજ બસ 71 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 48.75 લાખ રૂપિયાનું રિટર્ન, જાણો કઈ છે યોજના અને કેવી રીતે કરવું નિવેશ

Gujaratnow2 min read
દરરોજ બસ 71 રૂપિયાનું રોકાણ કરીને મેળવો 48.75 લાખ રૂપિયાનું રિટર્ન, જાણો કઈ છે યોજના અને કેવી રીતે કરવું નિવેશ

દરેક લોકો ભવિષ્યનો વિચાર કરીને રોકાણ કરતાં હોય છે અને આપણા દેશમાં મોટી સંખ્યામાં લોકો LIC સ્કીમ્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ પાછળનું કારણ છે કે રોકાણ માટે  LIC એ અન્ય કોઈપણ યોજનાઓ કરતાં વધુ સુરક્ષિત અને વિશ્વસનીય વિકલ્પ માનવામાં છે. એવામાં જો તમારે પણ રોકાણ શરૂ કરવું છે અને કોઈ સારી સ્કીમની શોધ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને LIC ની એક શાનદાર સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે કોઈ ચિંતા વીના રોકાણ કરી શકો છો. LICની આ સ્કીમનું નામ ન્યૂ એન્ડોમેન્ટ પ્લાન છે.

LICની આ સ્કીમમાં રોકાણ કરીને તમે ખાતરીપૂર્વક સારું વળતર મળી રહેશે અને આમાં તમારે બજારના જોખમોનો સામનો કરવો પડશે નહીં. જો તમે પણ કોઈ રિસ્ક વીના રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તમે તમારા પૈસા LICના નવા એન્ડોમેન્ટ પ્લાનમાં રોકવા જોઈએ. જણાવી દઈએ કે એલઆઈસીની આ એક શાનદાર યોજના છે અને LIC ના ન્યૂ એન્ડોમેન્ટ પ્લાનમાં રોકાણ કરવા માટે તમારે દરરોજ 71 રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને તેની સામે 48.75 લાખ રૂપિયાનું વળતર મેળવી શકો છો. દેશમાં ઘણા લોકો LICની આ સ્કીમમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આજે આ પ્લાન વિશે અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

LIC ન્યૂ એન્ડોમેન્ટ પ્લાનમાં ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 52 વર્ષનાં લોકો રોકાણ કરી શકે છે અને આ યોજનાની પાકતી મુદત 12 થી 35 વર્ષ છે.

LIC ન્યૂ એન્ડોમેન્ટ પ્લાનમાં તમે તમારી જરૂરિયાત મુજબ પાકતી મુદત પસંદ કરી શકો છો અને જો તમે 10 લાખની વીમાની રકમ સાથે 18 વર્ષની ઉંમરે LIC ન્યૂ એન્ડોમેન્ટ પ્લાન ખરીદો છો તો આ યોજનાની કુલ મુદત 35 વર્ષની રહે છે.

આ સ્થિતિમાં રોકાણકારો એ પહેલા વર્ષમાં 26,534 રૂપિયાનું રોકાણ કરવું પડે છે અને આ પછી બીજા વર્ષમાં તમારે 25,962 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આવી સ્થિતિમાં જો હિસાબ લગાવવા આવે તો તમે તેમાં રોકાણ કરવા માટે દરરોજ 71 રૂપિયાની બચત કરો છો.

આવી સ્થિતિમાં પાકતી મુદતના સમયે કુલ 48.75 લાખ રૂપિયાનું રિટર્ન મળે છે અને આ સ્કીમમાં તમારે કુલ 9,09,242 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

Gujaratnow2 min read

Related News