હાડકાં મજબૂત કરવાથી લઈને લીવરની સમસ્યાથી છુટકારો અપાવશે લીલું સફરજન, જાણો શું છે તેના ફાયદા

હાડકાં મજબૂત કરવાથી લઈને લીવરની સમસ્યાથી છુટકારો અપાવશે લીલું સફરજન, જાણો શું છે તેના ફાયદા

ઘણા લોકો એવું કહેતા હોય છે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી (An apple a day keeps the doctor away), કારણ કે સફરજન ખાવાથી ઘણી બીમારીઓનું જોખમ ટળી જાય છે. એમાં કોઈ શંકા નથી કે સફરજન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે લાલ રંગના સફરજન ખૂબ જ પસંદ આવે છે પણ શું તમે ક્યારેય લીલું સફરજન ખાધું છે? લાલ હોય કે લીલું સફરજન ખાવાના ઘણા ફાયદા છે એ આપણે બધા જાણીએ છીએ પણ લીલા સફરજન ખાવાના ઘણા વધુ ફાયદા છે અને અને આજે અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ કે લીલા સફરજન ખાવાથી આપણા સ્વાસ્થ્યને કેવો અને કેટલો ફાયદો થાય છે?

લીલા સફરજન ખાવાના ફાયદા
લીવર માટે ફાયદાકારક
લીલા સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ડિટોક્સીફાઈંગ એજન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. આ સાથે જ તેનું સેવન લીવરને યકૃતની સ્થિતિથી બચાવે છે. એટલા માટે રોજ લીલા સફરજન નું સેવન કરશો તો લીવરનું કાર્ય યોગ્ય રહેશે.

હાડકાં મજબુત રહેશે
દરેક લોકો તેના શરીરને મજબુત રાખવા માંગે છે પણ તમને જણાવી દઈએ કે શરીરને મજબૂત રાખવા માટે આપણા હાડકાંને મજબૂત કરવા પડશે. હાડકાં મજબૂત કરવા માટે દરરોજ લીલા સફરજનનું સેવન કરવું જોઈએ. સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી હાડકાંની ઘનતા ઓછી થવા લાગે છે અને એવી સ્થિતિમાં લીલું સફરજન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આંખોની રોશની વધારશે
લીલા સફરજનને વિટામિન Aનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી માત્ર આંખોની રોશની જ નહીં પરંતુ રાતાંધળાપણાને પણ અટકાવે છે. જણાવી દઈએ કે લીલા સફરજનને  'આંખોનો મિત્ર' કહેવામાં આવે છે.

શ્વસન સંબંધી બીમારીઓ ઘટાડે
આજકાલ વધી રહેલા પ્રદૂષણને કારણે આપણા ફેફસાંને ઘણું નુકસાન થઈ  પંહોચી રહ્યું છે અને એ કારણે શ્વસન સંબંધી બીમારીઓ પણ ઘણી વધી રહી છે. નિયમિતપણે લીલું સફરજન ખાવાથી ફેફસાના રોગનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow