ખાલી પેટે પપૈયું ખાવાથી લઈને રાત્રે કિવિ ખાવા સુધી, કયું ફળ ક્યારે ખાવું, જાણો

ખાલી પેટે પપૈયું ખાવાથી લઈને રાત્રે કિવિ ખાવા સુધી, કયું ફળ ક્યારે ખાવું, જાણો

પ્રકૃતિએ આપણને ખાવા માટે ઘણાં બધાં ફળો પ્રદાન કર્યા છે. ફક્ત તેને ખાવાનો સાચો સમય જાણીને આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. સવારે ખાલી પેટ ખાવા માટે પપૈયુ સૌથી સારુ ફળ છે. પપૈયુ આપણાં શરીરમાં PH નું બેલેન્સ રાખે છે, બીજો ફાયદો એ છે કે પપૈયામાં રહેલ ફાઇબર આપણાં પેટમાં મેટાબોલિક રેટ વધારે છે. તે સિવાય આપણાં આંતરડા સાફ રાખે છે અને કબજીયાતની સમસ્યા પણ દુર કરે છે. ઘણાં એવા ફળો છે જેને અનિયમિત સમય પર ખાવાથી શરીરને નુકશાન પહોંચી શકે છે. જેમ કે વિટામીન સી થી ભરપુર ફળો શરીરમાં એસીડીટી પેદા કરી શકે છે, તો અમુક ફળો શરીરમાં શુગર વધારી શકે છે. એવામાં આપણે એ જાણવું જરુરી છે કે કયું ફળ ક્યારે ખાવું જોઇએ.

કયા સમયે કયું ફળ ખાવું ?
1.  સવારમાં સફરજન ખાવું ફાયદાકારક:
સવારે નાસ્તામાં સફરજન ખાવાનાં ઘણાં ફાયદાઓ છે. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે આપણાં શરીરમાં ઇમ્યુનિટી વધારે છે. સાથે સાથે તેમ રહેલ ફાયબર અને વિટામિન એ જેવા પોષક તત્વો પેટ, આંખો અને સ્કીનની તકલીફોને દૂર રાખવામાં મદદ કરે છે

2. સવારે 10 વાગ્યાની આસપાસ ખાવા જોઈએ સંતરા કે દ્રાક્ષ :
નારંગી અને દ્રાક્ષ જેવા એસિડિક ખોરાક ખાવાથી એસિડ રિફ્લક્સ થઈ શકે છે. જેના લીધે એસિડિટી અને અપચાની સમસ્યા રહતી નથી. એવો આગ્રહ રાખવો કે દિવસની શરૂઆતમાં અને રાત્રે સંતરા કે દ્રાક્ષ ખાવી નહીં . તેના બદલે સવારે 10 વાગતાની આસપાસ આવા ફ્રૂટ ખાઈને તેમાંથી વિટામિન સી મેળવો.

3. બપોરનાં સમયે ખાઓ સીતાફળ :
સીતાફળ ઘણું મીઠું ફળ છે. જો તમને ડાયાબિટીસ ન હોય તો તેને નાશ્તામાં કે તેનાં પછી પણ ખાઇ શકો છો, જેથી દિવસ દરમિયાન તેમાં રહેલ શુગર આપણું શરીર પચાવી લે. તેની સાથે સાથે તેમાં રહેલ ફઇબર , કેલ્શિયમ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો પણ મળી રહે.

4. આ સમયે ખાવા જોઈએ કેળાં:
બપોરે જમ્યા બાદ કેળા ખાવા ઘણાં ફાયદાકારક હોય છે. તે દરમિયાન કેળાને સંચર મીઠા સાથે ખાવું જેથી તે આપણા શરીરમાં ઝડપથી પાચન થઇ જાય.   પાચનક્રિયાને ઝડપી બનાવવા અને આંતરડાને મજબુત રાખવા માટે ખાવો કેળા! તેનાથી કબજીયાત અને પેટ ફુલવાની સમસ્યા પણ રહેતી નથી.

5. સાંજના સમયે ખાવું જોઈએ દાડમ :
સાંજે નાસ્તાનાં સમયે દાડમ કે દ્રાક્ષ જેવા ફળો ખાવાથી શરીરમાં ફાઈબર, કેલ્શિયમ, વિટામિન સી, આયરન અને પાણીની માત્રા વધારવામાં મદદ કરે છે. તે શરીરમાં હોર્મોનલ અવરોધોને અટકાવે છે, ભૂખને નિયમિત રાખે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.

6. રાતનાં સમયે કીવી ખાવાના ફાયદા :
રાત્રે જમ્યા બાદ કીવી ખાવાના ફાયદા જ કઈંક અલગ હોય છે. કીવી એ એવું ફળ છે જેમાં સેરોટોનિન અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જો તેને રાત્રે સૂતા પેલા ખાઈએ તો શરીરને સારી ઊંઘ મળે છે.
     
તો આ રીતે તમે બધાં જ ફાળોને સાચા સમયે ખાઈને તેના અલગ અલગ ફાયદા મેળવી શકો છો .

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow