દુશ્મની ભૂલાવી કોરોનાથી તડપતા ચીનને મદદ કરવા તૈયાર ભારત, લેવાયો આ મોટો નિર્ણય

દુશ્મની ભૂલાવી કોરોનાથી તડપતા ચીનને મદદ કરવા તૈયાર ભારત, લેવાયો આ મોટો નિર્ણય

વિશ્વમાં કોરોનાની અત્યાર સુધીની સૌથી ઘાતક લહેર ચીનમાં આવી છે. દરરોજ લાખો નવા દર્દીઓ આવવાના કારણે લોકોને હોસ્પિટલોમાં પથારીઓ મળી રહી નથી, અને દવાઓની પણ અછત છે. દવાઓ વિના લોકો પરેશાન છે. પોતાના પાડોશીને મુશ્કેલીમાં જોઈને ભારત ફરી એકવાર દુશ્મની ભુલાવી મિત્રતા નિભાવવા સામે આવ્યું છે. ભારતે ચીનને દવાઓ મોકલવાનો નિર્ણય લીધો છે. ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસ સંસ્થાના અધ્યક્ષે ગુરુવારે (22 ડિસેમ્બર) કહ્યું કે, વિશ્વના સૌથી મોટા દવા ઉત્પાદકોમાંના એક ભારતે કોરોના સામે લડી રહેલા ચીનને મદદ કરવાનો નિર્ણય લીધો છે. ભારત ચીનને તાવની દવાઓ આપવા તૈયાર છે.

ચીનમાં કોરોનાની લહેરના કારણે દવાઓની ભારે અછત સર્જાઈ છે. માંગને પહોંચી વળવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઓવરટાઇમ કરવામાં આવી રહ્યો છે. ચીનની સરકારે તાવ, શરીરનો દુખાવો અને માથાનો દુખાવો માટે મફત દવાઓની જાહેરાત કરી છે.  આ દરમિયાન ભારતે પણ ચીનને તાવની દવાઓ મોકલવાની મંજૂરી આપી દીધી છે. ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ફાર્મેક્સિલ)ના ચેરપર્સન સાહિલ મુંજાલે રોઈટર્સને જણાવ્યું હતું કે, આઈબુપ્રોફેન અને પેરાસિટામોલ દવાઓ બનાવતી કંપનીઓને ચીનમાંથી ઓર્ડર મળી રહ્યા છે.

સરકારે દવા મોકલવાની આપી મંજૂરી

આઇબુપ્રોફેન અને પેરાસિટામોલ હાલમાં ચીનમાં ખૂબ માંગમાં છે, જ્યાં લોકો આ દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત ચીનની મદદ કરવા તૈયાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, અમે ચીનમાં કોવિડની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ચીનને દવા મોકલવાના પ્રશ્ન પર, તેમણે કહ્યું, અમે હંમેશા વિશ્વની ફાર્મસી તરીકે અન્ય દેશોની મદદ કરી છે.

ભારતમાંથી ઓનલાઈન દવાઓ મંગાવી

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ચીનના બજારોમાં એન્ટિ-વાયરલ દવાઓની ભારે અછત છે. આઇબુપ્રોફેન અને પેરાસીટામોલ જેવી એન્ટિવાયરલ દવાઓની અછતએ ગભરાટ પેદા કર્યો છે. અહેવાલો અનુસાર વાયરલ દવાઓના ઓછા પુરવઠા અને સંગ્રહને કારણે ચીનના બજારોમાં દવાઓની અછત સર્જાઈ હતી. ચાઇનીઝ સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને અખબારના અહેવાલો સૂચવે છે કે, ચાઇનીઝ લોકો હવે એવી દવાઓ ખરીદી રહ્યા છે જેને ચીનમાં વેચવાની મંજૂરી નથી. આ માટે ચાઈનીઝ ઓનલાઈન સ્ટોર્સનો આશરો લઈ રહ્યા છે.

શાંઘાઈના એક અખબાર અહેવાલ મુજબ, ચીનમાં ઘણા એજન્ટો સક્રિય થઈ ગયા છે જેઓ વાયરલ તાવની દવાઓ બમણી અથવા ત્રણ ગણી કિંમતે વેચી રહ્યા છે. પેપરમાં લખ્યું છે કે, એક એજન્ટે વિદેશી જેનરિક એન્ટિવાયરલ્સના 50,000 થી વધુ બોક્સ વેચ્યા છે. અન્ય એક અખબારના અહેવાલ મુજબ ગુઆંગઝૂ યુનાઇટેડ ફેમિલી હોસ્પિટલમાં વાયરલ દવા પેક્સલોવિડની કિંમત લગભગ 2,300 યુઆન છે. આ દવા પણ આવા લોકોને આપવામાં આવી રહી નથી. આ દવા કોરોના સંક્રમિત જણાયા પછી જ આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓની સીટી સ્ક્રીનીંગનો ખર્ચ 5 હજાર યુઆન છે. 1,000 યુઆન ડૉક્ટરની ફી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow