3 વર્ષ સુધી દીકરી સાથે કરતો રહ્યો દુષ્કર્મ, હાથ-પગ કાપી નાખવાની ધમકી આપી

3 વર્ષ સુધી દીકરી સાથે કરતો રહ્યો દુષ્કર્મ, હાથ-પગ કાપી નાખવાની ધમકી આપી

હરિયાણાના રેવાડીમાં એક પિતાએ સંબંધોનું ભાન રાખ્યા વિના પોતાની દીકરી સાથે દુષ્કર્મ કર્યું અને તેની સાથે મારપીટ પણ કરી. એટલું જ નહીં, માતાને બધી જ જાણકારી આપી હોવા છતાંય માએ દીકરીનો સાથ આપ્યો નહીં, પરંતુ તેણે પતિને બચાવવાની કોશિશ કરી.  

પીડિતાએ હિંમત કરીને પોલીસને ફરિયાદ કરી. પીડિતાની ફરિયાદ વાંચીને પોલીસના રુંવાટાં ઊભા થઈ ગયાં. તે પછી આરોપી પતિ-પત્નીની ધરપકડ કરી લેવામાં આવી છે.

રેવાડી જિલ્લાના એક ગામની રહેવાસી 18 વર્ષીય છોકરીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા જણાવ્યું કે તેના પિતા છેલ્લાં 3 વર્ષથી તેની સાથે દુષ્કર્મ કરી રહ્યા છે. માએ બધી જ જાણકારી હોવા છતાંય પિતાનો સાથ આપ્યો છે.  

હાથ-પગ કાપી નાખવાની ધમકી આપી
પીડિતાની ફરિયાદ પ્રમાણે, તેણે પિતાની આવી કરતૂતનો વિરોધ પણ કર્યો હતો. સાથે જ, આરોપીએ દીકરીને કહ્યું કે- જો તે આ બાબતે કોઈને જણાવવાની કોશિશ કરશે તો તેના હાથ-પગ કાપીને મારી નાખવામાં આવશે. આવું કહીને પિતાએ તેને ચૂપ કરાવી દીધી હતી. આ અંગે માને પણ પીડિતાને જણાવ્યું હતું, પરંતુ માએ પણ મદદ કરવાની જગ્યાએ પિતાનો સાથ આપ્યો હતો.

પહેલાં પરીક્ષા અપાવી, પછી ફરિયાદ લખી
જોકે, મંગળવારે પીડિતાનું 12માં ધોરણનું પેપર હતું, પરંતુ તે પેપર આપવા જવાની જગ્યાએ સીધી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. પોલીસે આ મામલાની ગંભીરતા જોઈને પહેલાં છોકરીને પરીક્ષા આપવાનું કહ્યું. ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતા અને માતા વિરૂદ્ધ ધારા 120બી, 344, 376 (2) 506 અને પોક્સો એક્ટ હેઠળ કેસ ફાઇલ કર્યો છે.  

ત્યાર બાદ મહિલા પોલીસ સ્ટેશન પીડિતાનું મેડિકલ કરાવ્યા બાદ નિવેદન નોંધવા મેજિસ્ટ્રેટ પાસે પહોંચી હતી. આ સાથે પોલીસે આરોપી માતા-પિતાની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow