રોષે ભરાયેલા વાલીઓ સ્કૂલે દોડી ગયા

રોષે ભરાયેલા વાલીઓ સ્કૂલે દોડી ગયા

શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે સ્કૂલના નાના-મોટા કામ કરાવાતા હોવાનું અગાઉ પણ બહાર આવ્યું છે ત્યારે શુક્રવારે રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં આવેલી નારાયણનગર કન્યાશાળામાં બાળાઓ પાસે સ્કૂલ કેમ્પસમાં રહેલી ઇંટો અને બ્લોક ઉપડાવતા હોવાનો વીડિયો ફરતો થતા વિવાદ થયો છે.

‌‌આચાર્ય અને શિક્ષકો પણ માથે ઊભા છે અને બાળકીઓ ઈંટ અને બ્લોકના ફેરા કરી રહી છે. નાની નાની બાળકીઓ પાસે આ શાળામાં ચાલી રહેલા ચણતરનું મજૂરીકામ કરાવવામાં આવતા વાલીઓ પણ રોષે ભરાયા હતા અને વીડિયો જોયા બાદ શાળાએ દોડી ગયા હતા અને માથાકૂટ થઇ હતી પરંતુ આચાર્ય સહિતનાઓએ માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો.

વાલીઓ બાળકોને શાળાએ શિક્ષણ મેળવવા મોકલે છે પરંતુ કેટલીક શાળાના આચાર્ય અને શિક્ષકો ભૂલકાંઓ પાસે મજૂરીકામ પણ કરાવી લેતા હોય છે. ગામડાંઓમાં આવું મોટા પ્રમાણમાં થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે શુક્રવારે રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં આવેલી નારાયણનગર કન્યાશાળાની બાળાઓ પાસે શુક્રવારે ઈંટ અને બ્લોક ઉપડાવતા હોવાનો કોઈએ વીડિયો ઉતારીને ફરતો કરી દેવા વિવાદ થયો છે.

કન્યાશાળાની લગભગ 25થી વધુ બાળાઓને શાળામાં ચાલી રહેલા ચણતર કામ માટે ઈંટ અને બ્લોક ઉપાડવાનું કામ કરાવતા વિવાદ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાળાઓ વજનદાર બ્લોક ઉપાડીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જઈ રહી છે, કેટલીક બાળાઓ એકબીજીને બ્લોક પાસ કરી રહી છે.

અમારી ભૂલ થઇ, બીજી વખત આવું નહીં કરીએ
શાળામાં બ્લોક નાખવાની કામગીરી ચાલુ હતી તેમાં શુક્રવારે બાળાઓની મદદ લીધી હતી. પરંતુ આવું કરવું એ અમારી ભૂલ હતી, હવે પછી ક્યારેય અમે આવું નહીં કરીએ. વાલીઓ પણ શાળાએ આવ્યા હતા અમે તેમની પણ માફી માંગીને હવે ક્યારેય આવી ભૂલ નહીં કરવા ખાતરી આપી છે. ખરેખર બ્લોકની કામગીરી માટે અમે અને શિક્ષકો પણ મદદમાં જોડાયા હતા અને બાળકોની પણ મદદ લીધી હતી. પરંતુ હવે આવું ક્યારેય નહીં થાય. > મનસુખભાઈ મહેતા, આચાર્ય, નારાયણનગર કન્યાશાળા

અગાઉ બેડલામાં વિદ્યાર્થી પાસે કપચી ભરાવી’તી
અગાઉ રાજકોટ જિલ્લાની બેડલા સરકારી શાળામાં શિક્ષકોની હાજરીમાં જ વિદ્યાર્થીઓ ભરતડકામાં રેતી-કપચી ભરી ભરીને કડિયાકામ કરી રહ્યા હોવાનો વીડિયો ફરતો થયો હતો. એક બાજુ સરકાર બાળમજૂરી અટકાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ, સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી પાવડા વડે કપચી હાથલારીમાં ભરી રહ્યો હતો. વિદ્યાર્થીની ક્ષમતા કરતાં પણ વધારે કામ કરાવવામાં આવી રહ્યાનું સ્પષ્ટ થયું હતું. શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થીઓ રેતી-કપચી એક જગ્યાથી ભરી બીજી જગ્યાએ ઠાલવી રહ્યા હતા. સતત દોઢ કલાક સુધી વિદ્યાર્થીએ આ રીતે મજૂરીકામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow