વધારે ખાવાથી નુકસાન પણ કરી શકે છે બદામ, જાણો તેના 4 ખતરનાક સાઈડ ઈફેક્ટ્સ વિશે

વધારે ખાવાથી નુકસાન પણ કરી શકે છે બદામ, જાણો તેના 4 ખતરનાક સાઈડ ઈફેક્ટ્સ વિશે

બદામને લઈને આપણે હંમેશા એવું સાંભળીએ છીએ કે તેને ખાવાથી મગજ તેજ થાય છે. તેના સેવનના બીજા પણ ઘણા ફાયદા છે. જેના કારણે લોકો તેને ખાવાનું પસંદ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે બદામના ફાયદાની સાથે સાથે નુકસાન પણ છે? તેમાં કોઈ શંકા નથી કે બદામ વિટામિન E, એન્ટીઓક્સિડેન્ટ, પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. તેને ખાવાથી ઘણી બીમારીઓની સારવારમાં મદદ મળે છે.  

બ્લડ શુગરને કરે છે કંટ્રોલ
બદામ બ્લડ પ્રેશર અને બ્લડ શુગરના લેવલને કંટ્રોલમાં રાખે છે. હાર્ટને હેલ્ધી રાખવા અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે. જોકે તેને ખાવાથી ઘણા એવા સાઈડ ઈફેક્ટ્સ પણ છે.

જેના વિશે તમારે જરૂર જાણી લેવું જોઈએ. બદામનું વધારે સેવન તમારા સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પણ કરે છે. બદામને વધારે પ્રમાણમાં ખાવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

બદામના સાઈડ ઈફેક્ટ્સ
કબજીયાતની સમસ્યા
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર બાકી સૂકા મેવાની તુલનામાં બદામમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન ઈ, કેલ્શિયમ, નિયાસિન અને રાઈબોફ્લેવિન સૌથી વધારે હોય છે. નિષ્ણાંતો અનુસાર તમારે દરરોજ 23 બદામથી વધારે ન ખાવી જોઈએ. તેને વધારે ખાવાથી કબજીયાતની સમસ્યા થઈ શકે છે. સાથે જ સોજા અને પેટ ખરાબ થવા જેવી સમસ્યા પણ થઈ શકે છે.

વજન વધવાની સમસ્યા
બદામને જો તમે જરૂર કરતા વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે તમારા વજનને પણ ઝડપથી વધારી શકે છે. જ્યારે તેનું યોગ્ય માત્રામાં સેવન ઘણા ફાયદા આપી શકે છે.

બદામ ફેટ અને કેલેરીથી ભરપૂર હોય છે. જો તમે કોઈ પણ પ્રકારની ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા તો બદામ તમારૂ વજન વધારી શકે છે. માટે જો તમે બદામ ખાઈ રહ્યા છો તો એક્સરસાઈઝને પોતાના રૂટીનમાં જરૂર શામેલ કરો.

એલર્જી
ઘણા ટ્રી નટ્સ લોકોમાં એલર્જીનું કારણ બની શકે છે. બદામ પ્રોટીનથી ભરપૂર હોય છે. આજ કારણ છે કે તેનાથી એલર્જી પણ થઈ શકે છે. બદામ ગમે ત્યારે અમુક લોકો માટે ઓરલ એલર્જી સિંડ્રોમની સમસ્યા પણ ઉભી કરી શકે છે. આજ કારણે ગળામાં ખીચખીચ, જીભ અને હોઠ પર ભારે સૂજો અને મોઢાની આસપાસ ખંજવાળ આવે છે.

કિડની સ્ટોન
ખૂબ વધારે બદામ ખાવાથી તમને કિડની સ્ટોનની સમસ્યા પણ થઈ શકે છે. બદામ ઓક્સાલેટ્સથી ભરપૂર હોય છે. આ નેચરલ કમ્પાઉન્ડ્સ હોય છે જે પ્રાકૃતિક રીતે ઝાડમાં હોય છે. આ લીલા શાકભાજી, ફળો વગેરે ઓક્સાલેટથી ભરપૂક હોય છે. જે શરીરને ખૂબ જ વધારે પોષણ આપે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow