ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા હનુમાનજીની પૂજા કરતી વખતે શું તમે આ બાબતોનું ધ્યાન રાખો છો ?

ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા હનુમાનજીની પૂજા કરતી વખતે શું તમે આ બાબતોનું ધ્યાન રાખો છો ?

હનુમાનજીને સંકટમોચનના નામે પૂજવામાં આવે છે. કારણ કે તે ભક્તના જીવનમાંથી સઘળા સંકટોનું શમન કરનારા છે. કહે છે કે જે વ્યક્તિ આસ્થા સાથે હનુમાનજીની પૂજા-અર્ચના કરે છે તેના જીવનમાંથી નકારાત્મક ઊર્જાનો સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. એટલું જ નહીં, હનુમાનજી જટિલ બીમારીઓથી, ગંભીર સમસ્યાઓથી અને શત્રુબાધામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ કરાવનારા છે. અલબત્, ભક્તોના મનોરથોને પૂર્ણ કરનારા આ મારુતિની ઉપાસનાનાં પણ કેટલાંક ખાસ નિયમો છે

મંગળવારનો દિવસ બજરંગબલીનો દિવસ હોય છે. હિન્દૂ ધર્મમાં હનુમાનજીનું ઘણુ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે મંગળવારે હનુમાનજીની પૂજા, ઉપાસના, મંત્ર અને ચાલીસાનો પાઠ કરવાથી ભક્તોના બધા કષ્ટ દૂર થઇ જાય છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રીરામની આજ્ઞાનું પાલન કરતા આજે પણ હનુમાનજી ભક્તોનું રક્ષણ અને તેમના કલ્યાણ માટે પૃથ્વીલોકમાં નિવાસ કરે છે. ભક્તો અનુસાર મોટી સમસ્યાનું નિવારણ હનુમાનજીની પૂજા કરવાથી જ થઇ જાય છે.

મંગળવારે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ધ્યાન કરો. સુંદરકાંડનો પાઠ કરતા પહેલા પૂજા સ્થાન પર રાખવામાં આવેલી હનુમાનજીની મૂર્તિની પૂજા કરો. સીતા-રામ અને હનુમાનજીની મૂર્તિઓ નજીકમાં રાખો. આ પછી ફળ, ફૂલ, મિઠાઈ અને સિંદૂરથી હનુમાનજીની પૂજા કરો. સુંદરકાંડનો પાઠ શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરો. સુંદરકાંડના પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

વ્રતના નિયમો

⦁ મંગળવારે વ્રત કરો ત્યારે મન શાંત રાખવું જોઇએ. શાંત મનથી બજરંગબલીનું ધ્યાન ધરવું જોઇએ.

⦁ મંગળવારના દિવસે વ્રત કરનારે એકટાણું કરવું જોઇએ.

⦁ મંગળવારના દિવસે વ્રત રાખનારે મીઠાનું સેવન ન કરવું જોઇએ.

⦁ આ દિવસે કોઇ મીઠી વસ્તુનું દાન કરવાથી સમસ્ત કષ્ટોથી મુક્તિ મળવાનની માન્યતા છે.

⦁ મંગળવારના વ્રતમાં પવિત્રતાનું ધ્યાન અવશ્ય રાખવું.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow