તમે પણ વજન ઉતારવા માંગો છો? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી

તમે પણ વજન ઉતારવા માંગો છો? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી

આજકાલ દરેક લોકો પોતાને સ્લિમ-ટ્રીમ રાખવા માંગે છે અને વજન ઉતારવા માટે અનેક નુસ્ખાઓ અપનાવે છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ સમાચાર તમારા કામના છે. પોતાની જાતને સ્લિમ-ટ્રીમ રાખવા માટે આજથી જ તમારા આહારમાં નારિયેળ પાણીનો સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે નારિયળ પાણીમાં વિપુલ પ્રમાણમાં બાયો-એક્ટિવ એન્ઝાઇમ હોય છે જે તમારા શરીરના પાચન અને ચયાપચયને ઝડપી બનાવે છે.

સારા અને હેલ્થી ચયાપચયની મદદથી ઝડપથી વજન ઘટી શકે છે. વજન ઘટાડવા માટે નારિયળ પાણી કેવી રીતે ઉપયોગી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

નારિયેળ પાણીને તમારા દૈનિક આહારનો ભાગ બનાવી શકાય છે. જણાઈ દઈએ કે  નારિયળ પાણીમાં અન્ય ફળોની તુલના કરતાં ઘણી ઓછી કેલરી હોય છે અને એ કારણે જ  વજન ઘટાડવા માટે ઉત્તમ પીણું છે.

આ સાથે જ સવારે વહેલા ઉઠીને નારિયેળ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. વજન ઘટાડવા માટે દિવસમાં બે થી ત્રણ વખત મર્યાદિત માત્રામાં નારિયેળ પાણી પી શકાય છે.

જણાવી દઈએ કે નારિયેળ પાણીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ ઘણી ઓછી હોય છે અને આ કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ થાય છે. પેટ ભરેલ લાગે એવામાં બિનજરૂરી રીતે વારંવાર ખાવાનું લોકો ટાળે છે.

ખાસ કરીને ભોજન કરતા પહેલા નારિયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે.  જમતા પહેલા નારિયેળ પાણી પીવાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે. નાળિયેર પાણીનું સેવન કરવાથી પાચન સારું રહે છે અને આ સાથે જ ખોરાક ખાધા પછી પેટનું ફૂલવાથી છુટકારો મેળવી શકાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow