ગભરાતા નહીં! એક્સપાયરી ડૅટ જતી રહી હોય તો પણ ખાઈ શકો છો આ ચીજ વસ્તુઓ, જાણી લો લિસ્ટ

ગભરાતા નહીં! એક્સપાયરી ડૅટ જતી રહી હોય તો પણ ખાઈ શકો છો આ ચીજ વસ્તુઓ, જાણી લો લિસ્ટ

મોટાભાગના લોકોનુ માનવુ હોય છે કે પેકેટ પર લખવામાં આવેલી તારીખ બાદ તાત્કાલિક ખાવાનુ ખરાબ થઇ જાય છે અને તેને ફરીથી ખાઈ શકાતુ નથી. મીડિયાના એક રિપોર્ટ મુજબ એક્સપાયરી ડેટ માત્ર ગાઈડલાઈન તરીકે હોય છે. અમુક પ્રોડક્ટનો એક્સપાયરી ડેટ વાળો દિવસ ખરાબ હોતો નથી અને અમુક વસ્તુઓને એક્સપાયરી ડેટ બાદ પણ સુરક્ષિત રીતે ઉપયોગમાં લાવી શકાય છે. આ વસ્તુઓ કઈ છે. આ અંગે એક વખત જાણી લો.

ઈંડા

ઈંડાને કેરેટ અથવા પેકેજ પર કોઈ પણ એક્સપાયરી ડેટ લખેલી હોય પરંતુ ઈંડા ખરીદવાની તારીખથી ત્રણ-પાંચ અઠવાડિયા સુધી સરળતાથી ઉપયોગ કરી શકાય છે. ફૂડ સેફ્ટી, સેનિટેશન એક્સપર્ટ, યુનિવર્સિટી ઑફ સેન્ટ્રલ ફ્લોરિડાના રોસેન કૉલેજ ઑફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટના પ્રોફેસર કેવિન મર્ફી મુજબ ઈંડા પર લખવામાં આવેલી એક્સપાયરી ડેટ પરથી  જાણી શકાય છે કે ઈંડા કેટલા ફ્રેશ છે. જો કે, બાફેલા ઈંડા ઝડપથી બગડી જાય છે અને ફ્રીજમાં રાખવામાં આવે તો તેને એક અઠવાડિયા સુધી ઉપયોગમાં લાવી શકાય છે.

દૂધ

નિષ્ણાંતનુ માનવુ છે કે કોઈ પણ પેક કરેલ દૂધ એક્સપાયરી ડેટના એક અઠવાડિયા બાદ પણ પ્રયોગમાં લઇ શકાય છે. પરંતુ આ રાખવુ ખૂબ જરૂરી છે કે દૂધમાં ફેટની માત્રા કેટલી છે? ફેટ વગરનુ દૂધ એક્સપાયરી ડેટ બાદના સાત દિવસથી દસ દિવસ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. તો ફૂલ ફેટવાળા દૂધનો એક્સપાયરી ડેટના પાંચથી સાત દિવસ બાદ ઉપયોગ કરી શકાય છે.

બ્રેડ

કેનેડામાં રહેતી અને બ્રિટીશ કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ રજીસ્ટર્ડ ડાયટીશિયન મેગન વોંગ મુજબ પેકેટવાળી બ્રેડ સામાન્ય રીતે એક્સપાયરી ડેટના પાંચથી સાત દિવસ સુધી એવા સમયે પ્રયોગમાં લાવી શકાય છે. જ્યારે રૂમનુ તાપમાન સામાન્ય હોય અથવા બ્રેડને ઠંડી, સુકી જગ્યા પર રાખવામાં આવી હોય. જો તમે બ્રેડને એક્સપાયરી ડેટ બાદ પણ ઉપયોગમાં લાવવા માગો છો તો તેને ફ્રીજમાં પણ રાખી શકો છો. જેનાથી બ્રેડ ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ખાવા માટે સારી રહેશે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow