શિયાળામાં આડેધડ ન કરો કસરત, ઘૂંટણ માટે આ એક્સરસાઈઝ માનવામાં આવે છે સૌથી ખરાબ

શિયાળામાં આડેધડ ન કરો કસરત, ઘૂંટણ માટે આ એક્સરસાઈઝ માનવામાં આવે છે સૌથી ખરાબ

એવું કહેવાય છે કે કસરત કરીને આપણે આપણા હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવી શકીએ છીએ પરંતુ જો આપણી બેદરકારીને લીધે આપણું વર્કઆઉટ સાંધાની સમસ્યાઓ તરફ દોરી જાય તો શું? તમારી જાતને વધુ પડતું પુશ કરવું અને ન રોકાવવું તમારા હાડકા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે શું સલામત છે અને શું નથી?

ઘૂંટણ માટે આ છે સૌથી ખરાબ વ્યાયામ
ખરાબ ઘૂંટણવાળા લોકો માટે સૌથી ખરાબ વ્યાયામ છે ફુલ-આર્કની એક્સટેન્શન (જીમમાં મશીનનો ઉપયોગ કરીને), ફુલ ડીપ લંગ્સ, ડીપ સ્ક્વોટ્સ અને હર્ડલર સ્ટ્રેચ કારણ કે આ કસરતો ઘૂંટણના સાંધા પર વધુ પડતો સ્ટ્રેસ લાવે છે દુખાવો વધે છે અને ઈજાનું કારણ બને છે. જો સંપૂર્ણ રીતે કરવામાં ન આવે તો, આ કસરતો ઈજાના જોખમને પણ વધારી શકે છે.

સારી તાકાત, લચીલાપણુ અને ઘુટણના કામ માટે સૌથી સારી એક્સરસાઈઝ પાર્શિયલ સ્ક્વાટ, સ્ટેપ અપ, સાઈડ લેગ લિફ્ટ, ઈનર-થાઈ લેગ લિફ્ટ, ઈનર-થાઈ લેગ લિફ્ટ, કાફ રેજ, સીધો પગ ઉઠાવો, શોર્ટ-ઓર્ક લેગ એક્સટેન્શન અને હોમ્સ્ટ્રિંગ સ્ટ્રેચિંગ છે.

વર્કઆઉટ વખતે કઈ રીતે ખબર પડે?
અમુક લોકોને વર્કઆઉટ કરતી વખતે મસલ્સમાં બળતરા અથવા ખૂબ જ દુખાવાનો અનુભવ થાય છે જે ખરાબ ફોર્મ, ખૂબ ભારે વજન અને અહીં સુધી કે ખોટી રીતે સ્ટ્રેચિંગ કરવાના કારણે પણ થઈ શકે છે. દુખાવો એક સંકેતની જેમ હોય છે. જે આપણને આરામ કરવા માટે ચેતાવણી આપે છે. જો તમે સતત પુશ કરી રહ્યા છો તો તમને ઈજા પહોંચવાનો ખતરો વધારે છે.

વેટલિફ્ટિંગ હાડકાની ડેન્સિટી અને જોઈન્ટ્સની તાકાતને વધારવામાં મદદ કરે છે. જેનાથી ઓસ્ટિયોપોરોસિસ અને ઉંમરની સાથે આવતા અન્ય સ્કેલેટલ સંબંધી બિમારીનો ખતરો ઓછો થઈ શકે છે. જો તમારો ફોર્મ ખરાબ છે તો લિફ્ટિંગ તમારા સાંભા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે ઘાયલ થઈ જાઓ તો તરત વ્યાયામને બંધ કરી દો અને ફરી કસરત કરવા પહેલા ડોક્ટરની સલાહ લો.

વર્કઆઉટ માટે આ ટિપ્સ કરો ફોલો

  • જો તમે નવા છો અથવા તમારા ઘૂંટણમાં પહેલેથી જ સમસ્યા છે, તો દોડવા અથવા સ્ક્વોટ્સ જેવી  જોરદાર એક્ટિવિટીનો પ્રયાસ કરતા પહેલા ઓછી અસરવાળી કસરતોથી પ્રારંભ કરો.
  • કોઈપણ વર્કઆઉટ શરૂ કરતા પહેલા, તમારા ઘૂંટણના સાંધાને સ્ટ્રેચ કરી ગરમ કરો.
  • સિમેન્ટ અથવા અન્ય સખત સપાટી પર કામ કરવાનું ટાળો, કારણ કે તમારા ઘૂંટણ તમારી હલનચલનના ઝટકાઓને એબ્ઝોર્બ કરી શકે છે.
  • તમે સપોર્ટ વાળા જૂતા પણ પસંદ કરી શકો છો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow