અફીણમાંથી મળ્યો ખાંસીનો ઈલાજ! 127 વર્ષ પહેલા આ રીતે બની દુનિયાની પહેલી કફ શિરપ

અફીણમાંથી મળ્યો ખાંસીનો ઈલાજ! 127 વર્ષ પહેલા આ રીતે બની દુનિયાની પહેલી કફ શિરપ

કફ સિરપને લઈ સમગ્ર ઘમાસાણ
જ્યારે ગામ્બિયામાં બાળકોના મોતના સમાચાર મળ્યા છે ત્યારથી કફ સિરપને લઈ ખૂજબ જ ચર્ચાએ જોર પકડ્યું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ પણ ચાર કફ સિરપને લઈને એલર્ટ જાહેર કર્યું છે. WHOનું કહેવું છે કે, આ કફ સિરપ ધારા-ધોરણો મુજબ ખરુ ઉતર્યું નથી. ચાર કંપનીને એલર્ટ જાહેર કરી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કફ સિરપને લઈ વિવાદ ફક્ત અત્યારે જ પ્રકાશમાં આવ્યો હોય તેવું નથી. વિશ્વના પ્રથમ કફ સિરપને લઈને પણ ઘણો લાંબો વિવાદ થયો હતો.



દુનિયાનું પહેલું કફ સિરપ
વિશ્વનું પ્રથમ કફ સિરપ લગભગ 127 વર્ષ પહેલા જર્મન કંપની બેયર દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનું નામ હેરોઈન હતું. આ સિરપ બનાવવા માટે એસ્પિરિન દવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દવાનું સંશોધન થયુ તે પહેલા લોકો ખાંસીના ઉપચાર માટે અફીણનો ઉપયોગ કરતા પરંતું તે શરીર માટે નુકસાનકારક પણ સાબિત થતો હતો. લોકોને તેની રોજની ટેવ પણ પડી જતી હતી અને ક્યારેક તો જીવલેણ પણ સાબિત થતો હતો.

કફ સિરપનો ઈતિહાસ
પ્રાચીન ઇજિપ્તમાં અફીણનો ઉપયોગ ખાંસી સહિત અનેક રોગોના ઉપચાર માટે થતો હતો. અહીંથી બેયર કંપનીને સિરપ બનાવવાનો વિચાર આવ્યો. કંપનીએ સંશોધન કર્યું અને શોધી કાઢ્યું કે જ્યારે મોર્ફિન ગરમ કરવામાં આવે છે, ત્યારે ડાયસેટીલમોર્ફિન બને છે, જેનાથી લોકોને ઉધરસ-ખાંસીથી રાહત મળે છે જે લોકોને સિરપ પીધા પછી સારી ઉંઘ પણ આવતી હતી અને શાંતિનો અનુભવ પણ થતો હતો. આ રીતે કંપનીએ વિશ્વનું પ્રથમ સિરપ બજારમાં રજૂ કર્યું.

દુનિયાના પહેલા કફ સિરપનો વિવાદ
નવાઈની વાત એ હતી કે આ સિરપ માત્ર લોકોની ઉધરસ જ મટાડવા પૂરતુ સિમીત ન હતું પરંતુ જે લોકોને ક્ષય અથવા બ્રોન્કાઇટિસ હોય તેમને પણ રાહત મળતી હતી. અફીણની આદતમાંથી છોડાવવા માટે પણ ડોક્ટરોએ દર્દીઓને આ સિરપ આપવાનું શરૂ કર્યું. વર્ષ 1899માં તેના વિશે એક નવો વિવાદ શરૂ થયો. લોકોનું કહેવું હતું કે તેઓ હેરોઈનના વ્યસની થઈ ગયા છે. વિરોધ એટલો વધ્યો કે અંતે 1913માં બેયરને આ કફ સિરપનું ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું.



ભારતમાં પહેલા ખાંસી-ઉધરસની સારવાર
આપણો દેશ પહેલાથી જ વેદોમાં માનનારો છે. તે સમય ભારતમાં આયુર્વેદનો યુગ હતો. જેમા પ્રાકૃતિક ઔષીધિ આદુ, કાળા મરી અને તુલસી જેવી વિવિધ પ્રકારની આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ કરીને કફ સિરપ તૈયાર કરવામાં આવતું હતું. જો કે, તે સમય દરમિયાન પણ યુરોપ,અમેરિકા અને ઇજિપ્તમાં અફીણ, હેરોઇન, મોર્ફિનનો ઉપયોગ ખાંસી મટાડવા માટે થતો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow