કોરોનાએ ખાલી માર્યા જ નથી રોટલાને પણ લાત મારી, 2020 પછી 1.4 કરોડ લોકોની રોજગારી છીનવાઈ

કોરોનાએ ખાલી માર્યા જ નથી રોટલાને પણ લાત મારી, 2020 પછી 1.4 કરોડ લોકોની રોજગારી છીનવાઈ

કોરોના વાયરસે ખાલી માર્યા જ નથી પણ રોટલા (રોજગારી) ને પણ લાત મારી હોવાનું સામે આવ્યું છે. દેશમાં રોજગારના મોરચે સુધારો જોવા મળી રહ્યો હોવા છતાં પ્રી-કોવિડ સ્થિતિ સુધી પહોંચવામાં હજુ સમય લાગશે. એક આંકડા અનુસાર ઓક્ટોબર 2022ની સરખામણીમાં જાન્યુઆરી 2020માં રોજગાર ધરાવતા લોકોની સંખ્યા 1.4 કરોડ ઓછી હતી. આ આંકડો CEDA-CMIE બુલેટિન અનુસાર આવ્યો છે. આ આંકડામાં 45 લાખ ઓછા પુરૂષો અને 96 લાખ ઓછા મહિલાઓનો હિસ્સો છે.

અશોકા યુનિવર્સિટી સેન્ટર ફોર ઈકોનોમિક ડેટા એન્ડ એનાલિસિસ અને સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ સંયુક્ત રીતે આ ડેટાનું સંકલન અને પ્રકાશન કરવાનું કામ કર્યું છે. તેમના દ્વારા 27 ડિસેમ્બર 2022 ના રોજ એકત્રિત અને પ્રકાશિત કરવામાં આવ્યું છે. CMIE એ એક સર્વે હાથ ધર્યો છે અને રોગચાળા પછી લોકોના આર્થિક જીવન અને રોજગાર પર શું અસર પડી છે તે જોવા માટે તેનો ડેટા પ્રકાશિત કર્યો છે.

CMIE દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના બુલેટિનમાં તેના લેખકો પ્રીથા જોસેફ અને રશિકા મૌદગીલે ખાસ ઉલ્લેખ કર્યો છે કે, આ રોગચાળા પછી ઊભી થયેલી પરિસ્થિતિથી વય જૂથ (15 વર્ષથી 39 વર્ષ) સૌથી વધુ પ્રભાવિત થયા છે. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે, છેલ્લા ત્રણ વર્ષમાં યુવાનો બેરોજગારીથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.

જાન્યુઆરી 2022ની સરખામણીએ ઓક્ટોબર 2022માં 15થી 39 વર્ષની વયજૂથના 20 ટકા ઓછા લોકોને રોજગાર મળ્યો છે. મતલબ કે 3 કરોડ 65 લાખ લોકો બેરોજગારીથી પ્રભાવિત થયા છે. જોકે આ સિવાય વૃદ્ધ વય જૂથ (40-59 વર્ષના લોકો) તેનાથી ઓછી અસરગ્રસ્ત થયા હતા અને તેમના રોજગારમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આનો અર્થ એ થયો કે, જાન્યુઆરી 2020ની સરખામણીમાં ઓક્ટોબર 2022માં 2.5 કરોડ વધુ લોકોને રોજગારી મળી છે.

રોજગારીનો આંકડો કેમ ઘટ્યો ?

CMIE દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, આવું એટલા માટે થયું છે કારણ કે, 15-39 વર્ષની ઉંમરના લોકો વર્કફોર્સમાં પરત ફરી રહ્યા છે. આ સિવાય ઉચ્ચ વય જૂથના લોકો તેમની હાલની કુશળતાનો ઉપયોગ કરીને અને તેમના કાર્યસ્થળ પર પાછા ફરીને તેમની નોકરી બચાવી રહ્યા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow