ગમે તેવો તાવ મટાડી શકે છે આ 5 પાનનું સેવન, જાણો તેના ફાયદાઓ વિશે

ગમે તેવો તાવ મટાડી શકે છે આ 5 પાનનું સેવન, જાણો તેના ફાયદાઓ વિશે

બદલાતી ઋતુમાં ખાંસી તાવ જેવી સમસ્યાઓ થવી સામાન્ય વાત છે. તેના દૂર કરવા માટે તમારી ઈમ્યુનિટી પાવર મજબૂત હોવો જોઈએ. એવામાં જો તમે ઈમ્યુનિટી બૂસ્ટ કરીને હલ્કી-ફૂલ્કી ખાંસી તાવને આયુર્વેદિક ઉપાયથી દૂર કરવા માંગો છો તો અમે તમને પાંચ ખૂબ જ ફાયદાકારક પાનની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

તેના ઉપયોગથી ઈમ્યુનિટી બૂસ્ટ થશે અને તાવ જેવી સમસ્યા દૂર થઈ શકે છે. જોકે સાથે જ તમારે પોતાનું ધ્યાન પણ રાખવાનું રહેશે. યોગ્ય પોષકતત્વો વાળો ખોરાક લેવો પડશે અને જો સમસ્યા વધી જાય તો ડૉક્ટરને પણ બતાવવું જરૂરી છે.

કોથમિર
જે કોથમિરના પાનનો ઉપયોગ તમે ચટણીમાં કરો છો તે તાવ ઓછો કરવામાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. હકીકતે કોથમિરના પાન અને બીજોમાં ફાઈટોન્યુટ્રિએન્ટ્સ ગુણ હોય છે. જે ઈમ્યુનિટીને મજબૂત કરીને શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

તેનો ઉપયોગ કરવા માટે અધો લિટર પાણીમાં કોથમિરના પાન નાખીને આ પાણીને પીવો. આમ કરવાથી વાયરલ ફિવર ઓછુ થવાની સાથે શરદી ખાંસીની મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે.

તુલસી
તુલસીના પાનના ફાયદા તો બધા જાણે જ છે. ઔષધીય ગુણોથી ભરપુર હોવાના કારણે તેને ખાંસી તાવ ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાં જ તેનાથી તાવ પણ ઓછો કરી શકાય છે.

તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે સિઝનલ ફિવરમાં શરીરની રક્ષા કરે છે. તેનો ઉપયોગ કરવા માટે તુલસીની ચા પી શકાય છે. તે ઉપરાંત પાન ચાવીને પણ ખાઈ શકાય છે.

સરગવાના પાન
સરગવાના પાનનો ઉપયોગ તાવને ઓછો કરવા માટે કરવામાં આવે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણ મળી આવે છે.

જે તાવને ઓછો કરવાની સાથે સાથે ઈમ્યુનિટીને પણ મજબૂત કરે છે. સરગવાના પાનની છાલ શરીરમાંથી ટોક્સિંસ બહાર કાઢીને શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

ઓરેગાનો
ઓરેગાનો એક ગુણકારી પાન છે જેનો ઉપયોગ આયુર્વેદિક ઉપાયમાં કરી શકાય છે. ઓરેગાનોને અજમાના પાનના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે જે સંક્રમણ ફેલાવતા વાયરસ અને બેક્ટેરિયાથી લડે છે અને કોમન કોલ્ડ તાવને દૂર કરવામાં મદદ કરે છે.

તમાલપત્ર
તમાલપત્ર શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. તેમાં સેફિસિનોલાઈટ કમ્પાઉન્ડ હોય છે જે તાવ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેના પાનનો ઉકાળો બનાવીને પી શકાય છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow