હેલ્ધી ડાયેટ ફોલો કર્યા બાદ પણ રહે છે કબજીયાત-અપચો? તો થઈ જાઓ સાવધાન, હોઈ શકે છે

હેલ્ધી ડાયેટ ફોલો કર્યા બાદ પણ રહે છે કબજીયાત-અપચો? તો થઈ જાઓ સાવધાન, હોઈ શકે છે

ઘણા લોકો એવા જોવા મળે છે કે હેલ્ધી ડાયટ લીધા પછી પણ તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. એવામાં ઘણા લોકોને અપચો અને કબજિયાતની સમસ્યા થવા લાગે છે. કેટલાક લોકો આ સમસ્યાને નજરઅંદાજ કરે છે. તમને જણાવી દઈએ કે આ સમસ્યા ઘણા કારણોસર થઈ શકે છે. પરંતુ મોટાભાગના લોકોમાં આ સમસ્યા આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયાના અભાવને કારણે થાય છે.

આંતરડામાં આવવા લાગે છે સોજો
હેલ્ધી બેક્ટેરિયા આંતરડામાં ખોરાક પચાવવામાં મદદ કરે છે. તે શરીરનું મેટાબોલિઝમ વધારે છે. તેમની ઉણપને કારણે આંતરડામાં સોજાની સમસ્યા થવા લાગે છે. આ માટે તમારે ડાયટમાં પ્રીબાયોટિક ફૂડ સામેલ કરવું પડશે.

તે ઇન્સ્યુલિન, ટ્રાઇગ્લિસેરાઇડ અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને ઘણા રોગોનું જોખમ ઘટાડે છે. જો તમારા આંતરડામાં હેલ્ધી બેક્ટેરિયા ઓછા થવા લાગ્યા છે તો હવે તમારી ડાયેટમાં અહીં જણાવેલા ખોરાકનો સમાવેશ કરો.

આ વસ્તુઓને કરો ડાયેટમાં શામેલ
લસણનો ઉપયોગ સામાન્ય રીતે દરેક ઘરમાં થાય છે. લસણ આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. આ સાથે તે હાનિકારક બેક્ટેરિયાને પણ ઘટાડે છે. શાકભાજી સિવાય ડુંગળીનો ઉપયોગ અનેક રોગોની દવા તરીકે થાય છે.

ડુંગળી ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે અને તંદુરસ્ત બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર કેળું પાચન સંબંધી સમસ્યાઓથી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય જવમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર પણ જોવા મળે છે, જે પેટની સમસ્યાઓમાં રાહત આપે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow