માછલી ખાવાની આદત ધરાવનારા ચેતી જજો, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

માછલી ખાવાની આદત ધરાવનારા ચેતી જજો, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

માછલીઓ ખાવાના શોખીન તેના ફાયદા પર ખૂબ જ ચર્ચા કરે છે. જેમકે તેમાં પ્રોટીન અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. નોનવેજ ખાતા લોકોની ડાયેટમાં માછલીનો એક મોટો ભાગ હોય છે. જોકે માછલી પણ હવે ઝેરી થઈ ગઈ છે.

એનવાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી અને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના જોઈન્ટ સ્ટડીમાં મળી આવ્યું કે અમેરિકી ઝરણા અને નદીઓનું પાણી પ્રદુષિત થઈ ચુક્યું છે. જેના કારણે માછલીઓ પણ ઝેરી થઈ રહી છે. સાયન્સ ડાયરેક્ટમાં છપાયેલી સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રેશવોટર માછલીઓમાં 278 ગણુ ફોરેવર કેમિકલ મળી આવ્યું છે જે ગંભીર બીમારીઓ પેદા કરી શકે છે.  

હજારો ગણુ રસાયણ મળ્યું
અમેરિકી નદી-ઝરણામાં સતત 3 વર્ષ સુધી સ્ટડી બાદ જોવામાં આવ્યું કે પાણીમાં મળી આવતા જીવ-જંતુઓમાં આ કેમિકલ 2,400 ગણુ વધી ગયું છે. જો આવા સી-ફૂડની તમે મહિનામાં એક સર્વિંગ પણ ખાઓ છો તો તમે મહિના સુધી બેક્ટેરિયા અને બીજા જર્મ્સથી ભરેલું પાણી પીવો તેટલું ખતરનાક છે.

વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું કે આખા વર્ષમાં 4 વખત પણ માછલી ખાવા પર શરીરમાં PFAS ખતરનાક સ્તર પર પહોંચી જાય છે. અમેરિકાના એક-બે નહીં પરંતુ 48 રાજ્યોમાં આજ પેટર્ન મળી છે.

દરેક જગ્યા પર મળી રહી છે તેની હાજરી
સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જે તળવા અથવા નદીઓ કારખાનાથી ખૂબ જ દૂર છે ત્યાં પણ પાણીમાં ફોરેવર કેમિકલમી માત્રા વધારે મળી. એટલે કે આ કેમિકલ હવે દરેક જગ્યા પર છે. જણાવી દઈએ કે આ કેમિકલને ફોરેવર એટલા માટે કહેવામાં આવ્યું કારણ કે તે ખતમ નથી થતું.

અથવા તે હજારો વર્ષ બાદ ખતમ થશે. તેના વિશે હાલ વૈજ્ઞાનિકોને પણ નથી ખબર. કુલ મળીને આ પ્લાસ્ટિકથી પણ વધારે ખતરનાક માનવામાં આવી રહ્યું છે. જેના પર મોટાભાગના દેશોમાં કોઈ કંટ્રોલ નથી.

તમારી આસપાસ કઈ વસ્તુઓમાં છે આ કેમિકલ?
આ સ્ટડી અમેરિકાની છે આપણા ત્યાં ભલે હજુ સુધી તેના પર અભ્યાસ ન કરવામાં આવ્યો હોય પરંતુ કેમિકલ વાળા પ્રોડક્ટ ખૂબ મળ્યા છે. પિઝ્ઝા બોક્સ, ફૂડ રેપર, ટેક-આઉટ ડબ્બા, માઈક્રોવેવ પોપકોર્ન, બેકરી બેગ, નોનસ્ટિક પેન, કારપેટ, કાર સીટથી લઈને છત્રી, રેનકોટ અને જે પણ કરડા સ્ટેન અથવા વોટર-પ્રૂફ હોવાની વાત કરે છે તે બધામાં PFAS છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow