સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા

સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા

સવાર-સવારમાં જંક ફૂડ કે બીજો કોઈ નાસ્તો કરવાને બદલે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ. એ સમયે તમે અંજીરનું સેવન પણ કરી શકો છો. સવારે ખાલી પેટે અંજીર ખાવાથી સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. આ સાથે જે લોકોને કબજિયાતની સમસ્યા હોય એમાંથી પણ છુટકારો મળે છે. ખાલી પેટે અંજીર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. ડાયટિશિયન અનુ અગ્રવાલ પાસેથી જાણીએ ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા...

‌‌ખાલી પેટે અંજીર ખાવાથી થાય છે આ ફાયદા...‌‌

અંજીર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંજીરમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન A અને વિટામિન B ભરપૂર પ્રમાણમાં હોય છે. અંજીરમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. ખાલી પેટે અંજીર ખાવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થાય છે. અંજીર ખાવાથી કબજિયાત દૂર થાય છે, શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ખાલી પેટે અંજીર ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.

કબજિયાતની સમસ્યા દૂર થાય‌‌

તો અંજીર પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોવાથી કબજિયાતની સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે. એનાથી ફાઈબરથી પાચન સુધરે છે. તે ગેસ, એસિડિટી અને અપચોથી પણ રાહત આપે છે. ‌‌

વજનને ઓછું કરે

‌‌જે લોકોને વજન ઘટાડવું હોય તેમના માટે સવારે ખાલી પેટે અંજીર ખાવું વધુ ફાયદાકારક છે. અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી લાંબા સમય સુધી ભૂખને રોકે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. સ્થૂળતાથી પીડિત લોકો તેને સવારના નાસ્તામાં સામેલ કરી શકે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

‌‌અંજીર બ્લડપ્રેશર અને બ્લડ ફેટ લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જે હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, અંજીરને ડાયટમાં સામેલ કરવાથી હાર્ટની બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે.

માથાના દુખાવામાં રાહત

‌‌માથાના દુખાવાની સમસ્યામાં અંજીર ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર, અંજીરના ઝાડની છાલને પીસીને માથા પર લગાવવાથી માથાના દુખાવામાં જલદી આરામ મળે છે.

વાળ અને સ્કિન માટે ફાયદાકારક

‌‌વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ડાયટ અને લાઇફસ્ટાઇલ બંને જરૂરી છે. અંજીરમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે, જે ત્વચા અને વાળ બંને માટે ફાયદાકારક છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow