બ્લેન્કેટથી ચહેરો ઢાંકીને સૂતા હોવ તો સાવધાન

બ્લેન્કેટથી ચહેરો ઢાંકીને સૂતા હોવ તો સાવધાન

ડિસેમ્બર મહિનાની ઠંડી શરૂઆત થઈ ચૂકી છે. ધીરે-ધીરે ઠંડી વધશે. લોકો ફક્ત સવારે કે સાંજે જ નહીં, પરંતુ આખો દિવસ ગરમ કપડાં પહેરીને રાખશે. ઘણીવાર તો ઠંડીને કારણે લોકો રાતે સૂતા સમયે પણ સ્વેટર, માથામાં ટોપી અને પગમાં મોજા પહેરીને સૂવે છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો લાંબા સમય સુધી રાતે સ્વેટર પહેરીને સૂઈ જવામાં આવે તો જોખમી સાબિત થઈ શકે છે.

‌પટના સ્થિત PMCH ના ન્યુરોલોજિસ્ટ ડૉ. સંજય કુમાર જણાવે છે, સામાન્ય રીતે સૂવાનો નિયમ છે કે મોં ઢાંકીને સૂવું જોઈએ નહીં. ગમે તેટલી ઠંડી હોય, માથું ઢાંકીને સૂવાથી મગજની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. મગજને ઓક્સિજન ઓછો મળે છે.

બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા થાય છે‌‌

આ પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યારે તમે તમારા માથાને ધાબળોથી ઢાંકો છો ત્યારે તમે રૂમમાં રહેલો ફ્રેશ ઓક્સિજન લઈ શકતા નથી. બ્લેન્કેટની અંદર રહેલા ઓક્સિજન જ લેવામાં આવે છે.

શ્વાસની અંદર અને બહાર નીકળવાની પ્રક્રિયા તો ચાલુ રહે છે. આ દરમિયાન બ્લેન્કેટની અંદર ઓક્સિજનની ઊણપ થઈ જાય છે. શ્વાસમાં અશુદ્ધ હવા જ આવે છે, તેથી વ્યક્તિ ઊંઘમાં હોવાથી તેને કોઈ સમસ્યાની ખબર પડતી નથી, પરંતુ હકીકત એ છે કે શરીરનાં બધાં જ અંગમાં બ્લડ સર્ક્યુલેશન બરાબર થતું નથી.

'કાંસક્વેસેજ ઓફ ગેટિંગ ફહ હેડ કવર્ડ ડ્યુરિંગ સ્લીપ ઈન ઇંફેસી' ના એક સંશોધનમાં બીટી સ્કેડબર્ગ અને ટી માર્કસ્ટેડે જણાવ્યું હતું કે માથું ઢાંકીને સૂવાથી ચહેરા પર કાર્બનડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. એને કારણે માનસિક અને વર્તનમાં ફેરફાર જોવા મળે છે. આ માટે સંશોધકોએ 21 મહિનાના અને પાંચ મહિનાનાં બાળકોને અલગ-અલગ કેટેગરીમાં રાખ્યાં હતાં. સંશોધનનો મુખ્ય ઉદ્દેશ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ વિશે જાણવાનો હતો. જે બાળકોનું માથું ઢંકાયેલું હતું તેમના ચહેરાની પાસે કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હતું. 3થી 10 સેકન્ડ સુધી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આ દરમિયાન હૃદયના ધબકારા વધી ગયા હતા. બાળકો ઝડપથી શ્વાસ લઈ રહ્યાં હતાં, શરીરનું તાપમાન પણ સામાન્ય કરતાં વધારે હતું.

ફેફસાંમાં સમસ્યા થવા લાગે છે‌‌

પલ્મોનોલોજિસ્ટ ડૉ. રાકેશ કુમાર યાદવ જણાવે છે, માથાથી પગ સુધી ઢાંકીને સૂવાથી સૌથી ખરાબ અસર ફેફસાં પર જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ એક મહિના સુધી દરરોજ 6થી 8 કલાક આ રીતે ઊંઘે છે, તો તેનાં ફેફસાં સંકોચાવા લાગે છે, એટલે કે ફેફસાંમાં ગેસ એક્સચેન્જનું જે કામ હોય છે એ યોગ્ય રીતે થતું નથી. એને કારણે ગંભીર પરિણામો પણ જોવા મળી શકે છે, જેમ કે અસ્થમાના દર્દી બનવું, સુસ્તીનો અનુભવ થવો, ડિમેંશિયાથી પીડિત રહેવું અને વારંવાર માથાનો દુખાવો થઈ શકે છે. જો વ્યક્તિ પહેલેથી જ અસ્થમાનો દર્દી હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો માથું ઢાંકીને સૂવું જીવલેણ બની શકે છે.

ઊંઘમાં પણ સમસ્યા થઈ શકે‌‌

તો ડો.રાકેશના જણાવ્યા અનુસાર, માથું ઢાંકીને સૂવાથી ગૂંગળામણ થાય છે. મચ્છરોથી બચવા માટે લોકો સામાન્ય રીતે ઘરમાં અગરબત્તી અથવા પ્રવાહી કોઇલ સળગાવે છે. એનો ધુમાડો આખા રૂમમાં ફેલાઈ જાય છે, પરંતુ ઠંડીના દિવસોમાં વેન્ટિલેશન પણ યોગ્ય હોતું નથી. બારીઓ બંધ રહે છે, તેથી જ રૂમમાં કોઈપણ રીતે શુદ્ધ હવા આવતી નથી. ધાબળા કે રજાઇની અંદર પહેલેથી જ ઓક્સિજનનો અભાવ છે, ઉપરથી રૂમમાં ધુમાડો ફેલાઈ રહ્યો છે. એકંદરે ગૂંગળામણ થવા લાગે છે. આ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.

સ્કિન એલર્જી થવા લાગે છે‌‌

શુદ્ધ હવાના અભાવે ધૂળના કણો પણ વધી જાય છે. આ બેકટેરિયા ત્વચા પરના બેક્ટેરિયાને અસર કરે છે. ત્વચા પર ફોલ્લીઓ દેખાવા લાગે છે. નિયમિતપણે માથું ઢાંકીને સૂવાથી ત્વચાની એલર્જી થવાની શક્યતા છે.

એપિલેપ્સીના દર્દીઓએ સાવચેત રહેવું જોઈએ

‌‌એઈમ્સમાં ન્યુરોલોજીના પ્રોફેસર અને સ્લીપ ડિસઓર્ડર ફેસિલિટી સેન્ટરના વડા ડૉ. ગરિમા શુક્લાએ તેમના સંશોધનમાં જણાવ્યું છે કે સ્લીપ ડિસઓર્ડર અને એપિલેપ્સી વચ્ચે સંબંધ છે. વાઈના દર્દીઓને ધ્રુજારી આવે છે. જ્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી ત્યારે વાઈના દર્દીઓની સમસ્યા અનેકગણી વધી જાય છે.

મોજા પહેરીને સૂવાની ભૂલ ન કરો

‌‌રાતે પગમાં મોજ આ પહેરવામાં ન આવે તો હેલ્થ માટે પણ બેસ્ટ માનવામાં આવે છે, જો પગમાં ઊનના મોજા પહેરવામાં આવે તો બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. મોજાને કારણે શરીરનું તાપમાન પણ વધી જાય છે, જેના કારણે પગની માંસપેશીઓ ખેંચાવા લાગે છે. 6થી 8 કલાક આ રીતે સૂવાથી સમસ્યા વધે છે. જાગ્યા પછી ઘણા લોકો તેમના પગમાં કળતર અથવા જડતા અનુભવે છે. ઘણી વખત લોકો એ જ મોજાં પહેરીને સૂઈ જાય છે જે તેઓ દિવસ દરમિયાન પહેરતા હતા. આવી સ્થિતિમાં ધૂળ અને માટી પણ ત્વચાને નુકસાન પહોંચાડે છે. એનાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow