લક્ષ્મીજી રિસાઈ ના જાય એટલે ભૂલથી પણ સાંજે આ કામ ના કરતા, નહીંતર....

લક્ષ્મીજી રિસાઈ ના જાય એટલે ભૂલથી પણ સાંજે આ કામ ના કરતા, નહીંતર....

આ કામ ના કરવા જોઈએ

વાસ્તુ શાસ્ત્ર મુજબ, સાંજના સમયે કેટલાંક કાર્યો કરવાની મનાઈ છે. માન્યતા છે કે આ કાર્યોને સાંજના સમયે કરવાથી માં લક્ષ્મી કોપાયમાન થઇ શકે છે. કહેવાય છે કે આ કાર્ય ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે. જેનાથી ઘરની બરકત અને સુખ-સમૃદ્ધી ઓછી થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ડૂબતી સમયે અને ત્યારબાદ નકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે. જાણો સૂર્યાસ્ત વખતે કયા કામો ન કરવા જોઈએ.

  1. સાંજના સમયે તુલસીના છોડની નીચે દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવ્યું છે. જો કે, સૂર્યાસ્ત બાદ તુલસીના છોડને ના અડશો. માન્યતા છે કે આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ શકે છે.
  2. સાંજના સમયે કોઈ ગરીબ અથવા જરૂરીયાતમંદને ખાલી હાથે ના કાઢશો. પોતાની શક્તિ મુજબ થોડુ દાન અવશ્ય કરો.
  3. સૂર્યાસ્ત સમયે અને ત્યારબાદ ક્યારેય ઝગડા ના કરવા જોઈએ. સાંજના સમયે લડાઈ-ઝગડા કરવાથી માં લક્ષ્મી નારાજ થઇ શકે છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં ગરીબાઈ અને કંગાળી આવે છે.
  4. વાસ્તુ મુજબ સાંજના સમયે કોઈને પૈસા ઉધાર ના આપવા જોઈએ. માન્યતા છે કે સાંજના સમયે ઉધાર આપવામાં આવેલા પૈસા પાછા આવતા નથી.
  5. વાસ્તુ શાસ્ત્ર મુજબ, સાંજના સમયે ઘરનો મુખ્ય દરવાજો થોડા સમય માટે ખુલ્લો રાખવો જોઈએ. સૂર્યાસ્ત સમયે દરવાજો બંધ ના કરવો જોઈએ. માન્યતા છે કે આ સમયે માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. ઘરનો મુખ્ય દ્વાર બંધ રાખવાથી માં લક્ષ્મીનુ આગમન થતુ નથી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow