મેઘાલયના ચર્ચોમાંથી તમામ નાગરિકોને અપીલ- સાંપ્રદાયિક પક્ષોને મત ના આપો

મેઘાલયના ચર્ચોમાંથી તમામ નાગરિકોને અપીલ- સાંપ્રદાયિક પક્ષોને મત ના આપો

નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી માટે સોમવારનાં દિવસે મતદાન થશે. બંને રાજ્યોમાં વિધાનસભાની 60-60 સીટો છે. મેઘાલયમાં એક ઉમેદવારનાં અવસાનના કારણે એ સીટ પર મતદાન ટાળી દેવાયુ છે. જ્યારે નાગાલેન્ડમાં આકુલુટો સીટ પરથી ભાજપનાં ઉમેદવાર કાજહેટી કિન્મી બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. આના કારણે બંને રાજ્યોમાં 59-59 સીટો પર મતદાન થશે. મતગણતરી બીજી માર્ચે હાથ ધરાશે.મેઘાલયમાં આ વખતે બહુકોણીય સ્પર્ધા છે. 2018માં માત્ર બે સીટો હાંસલ કરનાર ભાજપને આ વખતે મોટી સફળતા મળવાની આશા છે. બીજી બાજુ ટીએમસી, ભાજપ અને કોંગ્રેસ સહિત સત્તારૂઢ એનપીપીની સીટોમાં ગાબડા પાડવાનાં પ્રયાસમાં છે.

7 ટકા જ મહિલાઓ મેદાનમાં, નાગાલેન્ડમાં હજુ સુધી મહિલાઓ જીતી નથી
ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓ મોરચા પર ગોઠવાઇ ગઇ છે. સામાન્ય રીતે મેઘાલયમાં 369 ઉમેદવારો પૈકી 36, નાગાલેન્ડમાં 183 ઉમેદવારો પૈકી ચાર મહિલાઓ ચૂંટણી મેદાનમાં છે. એટલે કે માત્ર સાત ટકા મહિલાઓ છે.

નો ટૂ નોટ, યસ ટૂ વોટ
નાગાલેન્ડમાં ભાજપ અને એનડીપીપી ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યા છે. તેમની ટક્કર એનપીએફ, કોંગ્રેસ અને અન્ય પક્ષો સાથે છે. મોટા ભાગનાં યુવાનો નો ટૂ નોટ, યસ ટૂ વોટનો અવાજ ઉઠાવી રહ્યા છે.

સરહદી વિવાદ પણ ચર્ચામાં : આસામ અને મેઘાલયનો સરહદી વિવાદ ખુબ સંવેદનશીલ મામલો છે. ચૂંટણીમાં પણ તેની અસર દેખાઇ છે. અલબત્ત આ મુદ્દાને હવા આપવામાં આવી નથી. ચર્ચાોમાં તોડફોડ, વિદેશથી આવનાર ખ્રિસ્તી ધર્મ પ્રચારકોની ધરપકડ, હકાલપટ્ટી, ખ્રિસ્તીઓને અનુસૂચિત જનજાતિથી બહાર કરવાની માંગ જેવા મુદ્દા છવાયેલા રહ્યા છે. ખ્રિસ્તી સમુદાયનાં નેતાઓનાં હાલનાં નિવેદનોથી પણ આ બાબત સપાટીએ આવી છે

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow