ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે બદામ... જાણો કઈ રીતે સેવન કરવાથી મળશે સૌથી વધારે ફાયદો

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે બદામ... જાણો કઈ રીતે સેવન કરવાથી મળશે સૌથી વધારે ફાયદો

બદામ એક સુપર ફૂડ છે. આ પ્રોટીન, ફાઈબર, ઝીંક, પોટેશિયમ વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડનો સારો સોર્સ છે. બાળક હોય કે મોટા દરેક માટે બદામ ફાયદાકારક છે. તેના ઘણા ફાયદા તમે જાણતા હશે. તે પાચનતંત્રમાં ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને બીજુ પણ ઘણુ બધુ.

જ એક નવી સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ બદામ ખાવાથી વજન અને બ્લડ શુગર બન્ને મેઈન્ટેઈન રહે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ 12 અઠવાડિયા સુધી દરરોજ બદામ ખાધી હોય તેમનામાં ઈન્સુલિન રજીસ્ટેન્સ ઓછુ થઈ ગયુ પેન્ક્રિયાસની એક્ટિવિટીમાં સુધારો થયો અને બ્લડ શુગર મેઈન્ટેઈન કરવામાં મદદ મળી. સંશોધકોએ એવો પણ દાવો કર્યો છે કે જે ગ્રુપને બદાન આપવામાં આવી તેમના બોડી માસ ઈન્ડેક્સ અને કમરની પહોળાઈમાં પણ કમી આવી અને કોલેસ્ટ્રોલ પણ ઓછુ થયું.

ડાયાબિટીસ કંટ્રોલ કરે છે બદામ
ચેન્નાઈના મદ્રાસ ડાયબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને પ્રમુખ વિશ્વનાથ મોહને પણ આ વાતથી સહમતી દર્શાની છે કે બદામ ખાતા લોકોના વજન અને શુગર બંન્નેમાં સુધાર જોવા મળ્યો છે. ડોક્ટરે કહ્યું કે જાડાયણુ દુનિયાભરમાં જોવા મળતી એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. જાડાપણુ જ ટાઈપ ટૂ ડાયાબિટીસ જેવી બિમારીનો ખતરો વધારે છે.

એ પણ જાણીએ છીએ કે આ એક જટિસ સમસ્યા છે જે ડાયાબિટીસ સાથે જોડાયેલી છે. એવામાં અમને લાગે છે કે અમે એક સરળ સમાધાન શોધી લીધુ છે. સંશોધકોએ એ પણ જાણ્યું કે બદામ ખાતા લોકોમાં કુલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનુ સ્તર વધતુ રહે છે. આ સ્તુળતા અને ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે યોગ્ય છે.

કઈ રીતે કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્ય માટે વરદાન છે?
બદામ ખાતા લોકોએ પોતાની બીટા કોશિકાઓને સારૂ કાર્ય પ્રદાન કર્યું, "આ કોષો છે જે પેન્ક્રિયાસમાં ઈન્સુલિન બને છે. તે ઉપરાંત બદાનનું સેવન શરીરના વજનમાં સુધાર, પેન્ક્રિયાસની કાર્યપ્રણાલી, ઈંસુલિન પ્રતિરોધમાં કમી અને સારા રક્ત શર્કરા હોવું એ વાતનો ઈસારો કરે છે કે બદામ કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્ય માટે વરદાન છે. ડોક્ટરના અનુસાર બદામ જેવા માવા એક સ્વસ્થ આહાર ઘટક છે જે હૃદય રોગના જોખમને પણ ઓછુ કરી શકે છે."

કઈ રીતે બદામનું કરશો સેવન?
ડાયાબિટીસના દર્દીને કેલેરીને બેલેન્સ રાખવા માટે દિવસમાં 6થી 8 બદામ ખાવાની સલાહ આપે છે. આખી રાત બદામને પાણીમાં પલાળીને રાખો અને સવારે તેના છીલ ઉતારીને તેને ખાઈ લો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow