આર્યુવેદ અનુસાર આ રીતે લેશો ભોજન તો આખી જીંદગી નહી પડે તકલીફ

આર્યુવેદ અનુસાર આ રીતે લેશો ભોજન તો આખી જીંદગી નહી પડે તકલીફ

શરીરને તંદુરસ્ત રાખવા માટે ખાવાની આદત મહત્વનો ભાગ ભજવે છે. આર્યુવેદમાં દરેક ચીજ વસ્તુને કઈ સીઝનમાં ખાવી જોઈએ તે માટેનો સમય નક્કી કરેલો છે. આર્યુવેદ અનુસાર જો તમે આર્યુવેદ અનુસાર યોગ્ય રીતે ખાવાનું રાખો છો તો તમે રોગથી દૂર રહો છો. તો આવો જાણીએ કે આર્યુવેદ અનુસાર વ્યક્તિએ તંદુરસ્ત રહેવા માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ.

ઋતુ પ્રમાણે કરવુ ભોજન‌‌

આર્યુવેદ અનુસાર ઋતુ પ્રમાણે યોગ્ય ખોરાક લો છો તો તમને કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સબંધી બિમારીથી બચી શકો છો. જેમકે ગરમીની સીઝનમાં હળવો અને જલ્દી પાચન થાય તેવો ખોરાક લેવો જોઈએ. આવી ઋતુમાં તળેલા પદાર્થો અને ઠંડી ચીજ વસ્તુ વધુ પડતી ન ખાવી જોઈએ. શિયાળાની સીઝનમાં એવી ચીજ વસ્તુઓ ખાવી જોઈએ તે શરીરને ગરમ રાખે. તેમજ શરદીની સીઝનમાં વાસી અને ઠંડી ચીજ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ.

જમતી વખતે પાણી પીવું હિતાવહ નથી‌‌

આર્યુવેદ અનુસાર જમતા જમતા પાણી પીવું ન જોઈએ તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. પાણી પીવાથી જમવાનું જલ્દી પાચન થતું નથી. જેનાથી પાચનમાં વધુ સમય લાગે છે. આર્યુંવેદના નિયમ અનુસાર જમવાના સમયના 40 મિનીટ પહેલા અને જમ્યા બાદ અડધો કલાક પછી પાણી પીવું જોઈએ.

ખોરાક ખાધા પછી ચાલવું જરૂરી‌‌

આયુર્વેદ મુજબ ભોજન કર્યા પછી થોડીવાર ચાલવું જોઈએ. જ્યારે ખોરાક ખાધા પછી તરત જ સૂવાથી, ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેનાથી મેદસ્વીતા અને પાચનની સમસ્યાઓ થાય છે.

ખાણીપીણી સાથે જોડાયેલી આ મહત્વની બાબતોનું રાખો ધ્યાન

  • મેદાને બદલે દળેલો લોટ ખાવો.
  • આદુનો એક નાનો ટુકડો તવા પર શેકીને ઠંડુ કરી લો. હવે આ ટુકડામાં થોડુંક મીઠું ઉમેરો અને જમવાના પાંચ મિનિટ પહેલા તેને ખાવાથી ભૂખ વધે છે અને પાચન બરાબર થાય છે
  • ખોરાક હંમેશા તાજો અને ગરમ હોવો જોઈએ. તે પાચન માટે સારું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow