ACC રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ, ઈન્ડિયા A ટીમની જાહેરાત

ACC રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ, ઈન્ડિયા A ટીમની જાહેરાત

ACC રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ઇન્ડિયા A ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ મંગળવારે ટીમની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 14 થી 23 નવેમ્બર, 2025 દરમિયાન દોહાના વેસ્ટ એન્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે સુનિલ જોશી ઇન્ડિયા Aના મુખ્ય કોચ છે. અપૂર્વ દેસાઇ બેટિંગ કોચ અને પલ્લવ વોરા ફિલ્ડિંગ કોચ રહેશે. મહત્વની વાત એ છે કે આ બંને ગુજરાતી છે.

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારત A ટીમ જિતેશ શર્મા (કેપ્ટન, વિકેટકીપર), નમન ધીર (વાઈસ-કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, નેહલ વઢેરા, સૂર્યાંશ શેડગે, રમનદીપ સિંહ, હર્ષ દુબે, આશુતોષ શર્મા, યશ ઠાકુર, ગુર્જપનીત સિંહ, વિજય કુમાર વૈશાક, યુધ્ધવીર સિંહ, સુપ્રિયાશ સિંહ, પો. શર્મા.

સ્ટેન્ડ-બાય ખેલાડીઓ: ગુરનુર સિંહ બ્રાર, કુમાર કુશાગરા, તનુષ કોટિયન, સમીર રિઝવી, શેખ રશીદ.

ભારત ગ્રુપ Bમાં ટુર્નામેન્ટનો ગ્રાન્ડ ફિનાલે, ભારત-પાકિસ્તાન મેચ, 16 નવેમ્બરના રોજ રમાશે. બધી મેચો કતારના દોહામાં યોજાશે. ACCએ શુક્રવારે ટુર્નામેન્ટનું સમયપત્રક જાહેર કર્યું. આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, હોંગકોંગ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, જ્યારે ગ્રુપ Bમાં ભારત, ઓમાન, પાકિસ્તાન અને UAEનો સમાવેશ થાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow