માતા-પિતા માટે સુરતનો લાલબત્તી સમાન કિસ્સો, રમતા-રમતા બાળકી ત્રીજા માળથી નીચે પટકાઈ અને..

માતા-પિતા માટે સુરતનો લાલબત્તી સમાન કિસ્સો, રમતા-રમતા બાળકી ત્રીજા માળથી નીચે પટકાઈ અને..

મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં ત્રીજા માળે રહેતા દંપતીની દિકરી સાંજના સમયે બાલ્કનીમાં રમી રહી હતી. તે દરમ્યાન અચાનક બાળકી બાલ્કનીમાંથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. ત્યારે બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજવા પામ્યું હતું.

બાળકીને માથાના અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
પાંડેસરા વિસ્તારમાં ભગવતીનગર પાસે રહેતા દીપકકુમાર પ્રસાદની 5 વર્ષીય બાળકી અપ્રીતિ ઘરની ગેલરીમાં રમી રહી હતી. તે દરમ્યાન અચાનક તે નીચે પટકાતા તેને માથા તથા કપાળના ભાગે તેમજ હાથે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઘટનાને નજરે જોનાર શું કહે છે
સમગ્ર ઘટનાને નજરે જોનારા સ્થાનિક રહીશ વિકાસકુમારે જણાવ્યું હતું કે અમે અહીં નીચે બેઠા હતા. તે દરમિયાન અચાનક જ ઉપરથી બાળકી નીચે પટકાઈ જેથી અને સૌ પણ ગભરાઈ ગયા હતા. ત્યારે અમે તાત્કાલીક 108 મારફતે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું. પાંચ વર્ષીય બાળકીનું મોત નિપજતા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow