નાની મારડથી 4,06,780નો દારૂ ઝડપાયો; ઇંગ્લીશ દારૂ લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાએ મોકલાવ્યો હતો

નાની મારડથી 4,06,780નો દારૂ ઝડપાયો; ઇંગ્લીશ દારૂ લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાએ મોકલાવ્યો હતો

જૂનાગઢ એલસીબીએ લીસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાએ મોકલાવેલ 4.06 લાખના ઇંગ્લીશ દારૂ સાથે 1ને ઝડપી લીધો છે. આ અંગે મળતી વિગત મુજબ દારૂની બદીને નાબુદ કરવા રેન્જ આઇજીપી મયંકસિંહ ચાવડા,એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે, જીજે 13 એટી 4216 નંબરના વાહનમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી થનાર છે. આ વાહન ધોરાજીથી નિકળી ગયું છે અને ધંધુસર જવાનું છે. ત્યારે એલસીબી ઇન્ચાર્જ પીઆઇ જે. જે. પટેલ, પીએસઆઇ જે.જે. ગઢવી, ડી.કે. ઝાલા અને સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન વાહન નિકળતા તેનો પીછો કરતા વાહન ચાલકે આંબલીયાથી રવની,રવનીથી ધંધુસર, ધંધુસરથી આંબલીયા અને આંબલીયાથી વાડોદર થઇ નાની મારડ ગામ તરફ વાહન ભગાવી મૂક્યું હતું. જોકે, એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરી વાહન આડું રાખી દેતા વાહન ચાલકે વાહન રોક્યું હતું પરંતુ નાસી જવાની કોશિષ કરી હતી. જોકે,એલસીબીએ તેની કોશિષ નિષ્ફળ બનાવી ધંધુસર ગામના જયેશ ઉર્ફે જયલો કનુભાઇ મુળીયાસીયાની અટક કરી હતી.

એલસીબીએ 4,06,780નો ઇંગ્લીશ દારૂ, 20,000નો મોબાઇલ, 4,640 રોકડા અને 5,00,000નું વાહન મળી કુલ 9,31,420નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે માલ મોકલનાર જૂનાગઢ જિલ્લાના લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ધીરેન શેઠ કારીયા તેમજ અન્ય આરોપી ધંધુસરના હમીર ઉર્ફે હમીરો ઉર્ફે ભુટો ઉર્ફે મામો મેણંદભાઇ મુળીયાસીયા,ઝાંઝરાડા રોડના દેવા સુંડાવદરા અને નરબત ઉર્ફે નબો નગાભાઇ ઓડેદરાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow