30 મિનિટ કસરત કરવાથી મહિલાઓની ચિંતામાં થાય છે

30 મિનિટ કસરત કરવાથી મહિલાઓની ચિંતામાં થાય છે

આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકોને ન તો જમવાનો સમય મળે છે ના તો બીજો કોઈ, કામમાં જ એટલા વ્યસ્ત હોય છે કે, માનસિક રીતે પડી ભાંગે છે. માનસિક બીમારીઓથી છુટકારો મેળવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે.

આત્મહત્યાના વિચારો કરતી મહિલાઓ પર કરવામાં આવ્યું સંશોધન
પરંતુ જો માનસિક સ્વાસ્થ્યની પરેશાનીઓ સામે ઝઝુમી રહેલા લોકોમાં કસરત કરવાથી નિરાશાની ભાવના ઘટે છે. સાઇકિયાટ્રિક રિસર્ચમાં પ્રકાશિત એક સરવેમાં માનસિક સમસ્યા સામે ઝઝુમતા લોકોએ દરરોજ 30 મિનિટ કસરત કરી જેને કારણે આ લોકોમાં ડિપ્રેશન ઘટ્યું હતું અને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો પણ આવ્યા ન હતા.

સંશોધક ફેબિયન ડી લેગ્રાંડ અને તેમની ટીમે 18 થી 65 વર્ષની ઉંમરની મહિલાઓ પર સ્ટડી કર્યું હતું. જેમણે તાજેતરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે દરેકને સવાલો પૂછીને તેમની અંદર રહેલી આશા-નિરાશા અંગે જાણકારી પ્રાપ્ત કરાઇ હતી. દરરોજ ચાલતી થેરેપીની સાથે જ તેમને બે દિવસ કસરત અથવા કેટલાક ચુનંદા કાર્ય કરવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ બે દિવસ માટે કેટલીક મહિલાઓએ 30 મિનિટ સુધી તેમની મનપસંદ કસરત કરી અને કેટલીક મહિલાઓએ પોતાના રૂમમાં માત્ર પુસ્તકનું વાંચન અને ગેમ રમી હતી.

ત્યારબાદ દરેક મહિલાઓને ફોર્મ ભરાવીને તેમના અનુભવ વિશે પૂછવામાં આવ્યું. તેમાં જાણવા મળ્યું કે બે દિવસ સુધી કસરત કરનારી મહિલાઓમાં નિરાશા ઘટી હતી જ્યારે રૂમમાં એકલા રહેનારામાં કોઇ બદલાવ જોવા મળ્યો ન હતો. સાથે જ સહભાગીઓને પણ આ પ્રોગ્રામ સંતોષકારક લાગ્યો હતો અને તેના કોઇ ખરાબ પરિણામ સામે આવ્યા ન હતા.

આઉટડોર કસરતથી મહિલાઓને ફાયદો
રિસર્ચ અનુસાર કસરતથી મહિલાઓમાં આત્મનિર્ભરતાની ભાવના વધી. મહિલાઓને ઇનડોર જિમ અને આઉટડોર એક્સરાઇઝનું ટાસ્ક અપાયું હતું. આઉટડોર એક્સરરાઇઝથી લોકોને વધુ સારો અહેસાસ થયો હતો.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow