મોરબી ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ૧૨ સભ્યોના મોત,વધુ વાંચો....

મોરબી ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં એક જ પરિવારના ૧૨ સભ્યોના મોત,વધુ વાંચો....

મોરબીની પુલ દુર્ઘટનામાં સાંસદ મોહનભાઇ કુંડારીયાના 12 પરિવારજનોએ જીવ ગુમાવતા ટંકારા પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. બોડા પરિવાર પર વજ્રઘાત થયો છે.

મોરબી ખાતે થયેલ ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં જબલપુરના પરિવાર ઉપર આભ તુંટ્યું છે. ચાર-પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજ મૃત્યુ પામ્યા છે. જબલપુર ગામના વતની સુંદરજી ભાઈ પરસોતમભાઈ બોડા પરિવાર ઉપર ભારે કરૂણાંતીકા સર્જાયેલ છે તેમના ઉપર કુદરતનો કાળો કોપ થયેલ છે. આભ ફાટ્યું હોય તેમ દુ:ખના ડુંગરો તૂટીને પડ્યા છે.

મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં બોડા પરીવારની ચાર પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજના કરુણ મૃત્યુ થયેલ છે. બોડા પરિવારના કુટુંબીજનો જ નહી પરંતુ સમગ્ર જબલપુર ગામ હિબકે ચડ્યું છે. સમગ્ર ગ્રામજનો ભારે આક્રંદ કરી રડી રહેલ છે. બનાવને જાણ થાય ત્યારથી લોકો રડી રહેલ છે. એક પરિવારના 12 વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયેલા છે.

આ દુર્ઘટના યાદ કરીએ તો પણ હર્દયકંપી ઉઠે જેવી સર્જાઈ છે જેનાથી અનેક પરિવારના માળા વનવિખરે થઈ ગયા છે. આ દુર્ઘટના લઈ અનેક પરિવારની આંખોની અમી તુટતી નથી. અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. જેમાં દુર્ગાબેનએ પોતાના પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે. દુર્ગાબેનની 14 વર્ષની માસૂમ દીકરી કુંજલનું દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તો તેમની સગી 4 બહેનોના પણ મચ્છુમાં ડૂબવાથી મૃત્યુને ભેટી છે. જેમાં દુર્ગાબેનની બહેન ધારાબેન, ઈલાબેન, શોભનાબેન અને એકતાબેનનું મૃત્યુ છે. સાથે જ તેમના 3 બનેવીના પણ મૃત્યુ થયા છે, હરેશભાઇ, મહેશભાઈ, ભાવિકભાઈ નામના બનેવીના મૃત્યુ નીપજ્યા છે. જેમાં ચાર ભાણેજ અને દીકરીનું પણ મોત થયું છે. મોરબીની હર્દયકંપા દુર્ઘટમાં અનેકના જીવ ગયા છે અને કેટાલય પરિવારના માળા વનવિખરે થઈ ગયા છે. દુર્ગાબેનએ જણાવ્યું કે મને બધાની બહુ યાદ આવે છે મારી ઢીંગલી બહુ હોંશિયાર હતી.એક પરિવારના 12 વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થતા સમગ્ર ટંકારા તાલુકામાં દુ:ખની લાગણી ફેલાયેલ છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow