સવારે ઉઠતાવેંત મહિલાઓએ કરવું જોઇએ આ કામ, મા લક્ષ્મીની અઢળક કૃપા વરસશે

સવારે ઉઠતાવેંત મહિલાઓએ કરવું જોઇએ આ કામ, મા લક્ષ્મીની અઢળક કૃપા વરસશે

શાસ્ત્રો અનુસાર આમ તો દરેક વ્યક્તિને સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ તેનાથી ફાયદો થાય છે. પરંતુ ઘરની મહિલાઓનું આમ કરવું શુભ ફળ આપનારૂ કહેવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિની સુંદરતા, લક્ષ્મી, તેજ બુદ્ધિ, સ્વાસ્થ્ય લાભ વગેરે મળે છે.

માનસિક અને શારીરિક સ્થિતિ રહેશે મજબૂત
પરિવાર કલ્યાણ અને સમાજના વિકાસ માટે એક સ્ત્રીનું સ્વસ્થ્ય રહેવું ખૂબ જ જરૂરી છે. એવું સંભવ છે કે યોગ અને પ્રાણાયામથી, સવારે જલ્દી ઉઠ્યા બાદ થોડું વ્યાયામ કરવાથી માનસિક અને શારીરિક સ્થિતિ મજબૂત બને છે.

સૂર્યોદય પહેલા કરો સ્નાન
સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી મહિલાઓને સ્વાસ્થ્ય લાભ થાય છે. સવારે મગજ વધુ ક્ષમતા સાથે સકારાત્મક વિચારો ગ્રહણ કરે છે. સ્નાન કરવાથી શરીરની સાથે મન પણ શુદ્ધ થાય છે. ઘણા કાર્યો માટે મહિલાઓ જવાબદાર છે. જો માનસિક શાંતિ હશે તો મહિલાઓ તેમના કામ વધુ સારી રીતે પૂર્ણ કરી શકશે.

તુલસીને રોજ જળ અર્પિત કરો
જ્યાં રોજ તુલસીની પૂજા કરવામાં આવે છે, ત્યાં સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્ય જળવાઈ રહે છે. ખાસ કરીને મહિલાઓએ રોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. જેનાથી ધનની કમી નહીં થાય.

ગાયની સેવાથી દૂર થાય છે કુંડળીના દોષ
પુરાણો અનુસાર કુંડળીમાં જે પણ દોષ હોય તેને ગાયની સેવા કરવાથી દૂર કરી શકાય છે. મહિલાઓ દરરોજ ગાય માટે પહેલી રોટલી કાઢે છે. ગાય સેવાથી 33 કોટિના દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.

સવારે લો વડીલોના આશીર્વાદ
રોજ સવારે વડીલોના આશીર્વાદ લેવાથી જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. વડીલોના આશીર્વાદમાં ઘણી શક્તિ છે. તેનાથી ઘણી પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે.

સ્નાન કર્યા પછી જ કરો રસોડામાં પ્રવેશ
શાસ્ત્રો અનુસાર મહિલાઓએ સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. તેનાથી હંમેશા દેવી અન્નપૂર્ણા અને લક્ષ્મીનો વાસ થાય છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow