ન્યૂઝક્લિક વેબસાઇટના ફાઉન્ડર સહિત બે પત્રકારની ધરપકડ

ન્યૂઝક્લિક વેબસાઇટના ફાઉન્ડર સહિત બે પત્રકારની ધરપકડ

મંગળવારે 3 ઓક્ટોબરની રાત્રે, દિલ્હી પોલીસે ન્યૂઝક્લિક વેબસાઇટના સ્થાપક પ્રબીર પુરકાયસ્થ અને અન્ય પત્રકાર અમિત ચક્રવર્તીની ધરપકડ કરી હતી. તેમના પર વિદેશી ફંડિંગ લેવાનો આરોપ છે. સવારે 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. 9 મહિલાઓ સહિત 37 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

અગાઉ ન્યૂઝક્લિક સાથે સંકળાયેલા પત્રકારો અભિસાર શર્મા, ઉર્મિલેશ અને પરંજોય ગુહા ઠાકુર્તાને પોલીસ ઉપાડી ગઈ હતી. મુંબઈ પોલીસની એક ટીમ મુંબઈમાં કાર્યકર્તા તિસ્તા સેતલવાડના ઘરે પણ પહોંચી હતી.

આ અહેવાલના આધારે 17 ઓગસ્ટના રોજ ન્યૂઝક્લિક વિરુદ્ધ UAPAની કલમ 153(a) (ધર્મ, જાતિના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવુ) અને 120(b) (ગુનાહિત ષડયંત્રમાં ભાગીદારી) સહીત અન્ય ઘણી કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એફઆઈઆરનો નંબર 224/2023 છે.

આ દરોડા અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે મારે અહીં કંઈપણ સ્પષ્ટ કરવાની જરૂર નથી. જો કોઈએ ખોટું કર્યું હોય અથવા ખોટા માધ્યમથી રૂપિયા મેળવ્યા હોય, તો તપાસ એજન્સીઓ નિર્ધારિત ગાઈડલાઈન મુજબ તપાસ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow