મહિલાઓને આ યોજનાઓ આપી રહી છે ઉત્તમમાં ઉત્તમ કમાણી કરવાની તક! મળશે તગડું રિટર્ન

મહિલાઓને આ યોજનાઓ આપી રહી છે ઉત્તમમાં ઉત્તમ કમાણી કરવાની તક! મળશે તગડું રિટર્ન

આજકાલ દરેક લોકો અલગ અલગ જગ્યાઓ પર રોકાણ કરતાં હોય છે અને એવામાં જો તમે તમારા ભવિષ્ય માટે રોકાણ કરો છો તો એ ખૂબ સારી વાત કહેવાય. રોકાણ કરવાથી ભવિષ્યની ઘણી જરૂરિયાતો પૂરી કરવા માટે મોટું ફંડ મળી રહે છે. રોકાણમાં સામાન્ય રીતે પુરૂષોની પહેલી પસંદગી શેરબજાર, રિયલ એસ્ટેટ અને મ્યુચ્યુઅલ ફંડ રહે છે. તેવી જ રીતે મહિલાઓની પહેલી પસંદગી સોનું અને ફિક્સ્ડ ડિપોઝિટમાં રહે છે પણ આજકાલ મહિલાઓની પસંદગી પણ બદલાઈ રહી છે. આજે અમે તમને રોકાણ સંબંધિત થોડી માહિતી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં મહિલાઓ પણ રોકાણ કરીને સારો નફો મેળવી શકે છે.

જણાવી દઈએ કે આજકાલ રોકાણ કરવામાં મહિલાઓની પસંદગી બદલાઈ રહી છે અને તે ગોલ્ડ અને ફિક્સ્ડ ડિપોઝિટ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરવાનું પસંદ કરે છે. જે મહિલાઓ મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણે છે તે સારા નફા માટે તેમાં રોકાણ કરી રહી છે. કેવા મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓ સૌથી વધુ રોકાણ કરે છે એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

ડેટ મ્યુચ્યુઅલ ફંડ
કોઈ પણ રોકાણમાં જોખમ તો રહે જ છે. અમુકમાં વધુ તો અમુકમાં ઓછું પણ જો તમે કોઈ જોખમ લેવા તૈયાર નથી અને આ સાથે જ લાંબા સમય સુધી રોકાણ કરી શકો છો તો આ ડેટ મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ તમારા માટે  બેસ્ટ છે. જો કે આવા રોકાણ માટે પહેલો વિકલ્પ ફિક્સ ડિપોઝિટ છે પણ  જો તમે તેના કરતા વધુ સારું વળતર મેળવવા માંગતા હોય તો તમેડેટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કરી શકો છો.

હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ
હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ એ  મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે અને મ્યુચ્યુઅલ ફંડની અંદર બહુવિધ એસેટ ક્લાસ હોય છે. જણાવી દઈએ કે આ તમારા માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા કંપનીના સ્ટોકમાં રોકાણ કરવામાં આવે છે અને તેને ગ્રોથ ફંડ પણ કહેવામાં આવે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ જ સરળ છે અને આ સાથે જ તે ઓછા જોખમે સારું વળતર આપે છે.

સોનામાં રોકાણ કરવું પણ સારું
આપણએ બધાને ખબર છે કે સોનામાં રોકાણ કરવું એ મહિલાઓની પહેલી પસંદગી હોય છે. પણ હાલ યુવા પેઢી પણ સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આજની મહિલાઓ જએ કમાઈ રહી છે અને રોકાણ કરવા માંગે છે એ પણ ઓછા જોખમ અને સારા વળતરવાળા વિકલ્પો શોધી રહી છે. એવામાં આ સમયે ઓનલાઈન માધ્યમો દ્વારા ડિજિટલ સોનામાં રોકાણ કરવું એ પણ એક સુરક્ષિત વિકલ્પ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow