ભારતમાં રાત્રે 8:37 વાગ્યે જોવા મળ્યો સુપર બ્લુ મૂન

ભારતમાં રાત્રે 8:37 વાગ્યે જોવા મળ્યો સુપર બ્લુ મૂન

આજે રક્ષાબંધન પર ફુલ મૂન, સુપરમૂન અને બ્લુ મૂન એકસાથે જોવા મળ્યા. આ ખગોળીય ઘટનાને 'સુપર બ્લુ મૂન' કહેવામાં આવે છે. તે સામાન્ય કરતાં 14 ટકા મોટો અને તેજસ્વી જોવા મળ્યો. આ ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે. હવે સુપર બ્લુ મૂન 13 વર્ષ પછી 2037માં જોવા મળશે.

અગાઉ પણ 1લી ઓગસ્ટે પૂનમ હતી. તે સમયે ચંદ્ર પૃથ્વીથી 3,57,264 કિલોમીટર દૂર હતો. જ્યારે સામાન્ય રીતે તે સૌથી દૂર 4,05,000 કિલોમીટર અને સૌથી નજીક 3,63,104 કિલોમીટર છે. હવે આ ખગોળીય ઘટના આગામી ઓગસ્ટ 19/20 ઓગસ્ટ, 2024માં રોજ જોવા મળશે.

સુપરમૂન એક ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર તેના સામાન્ય કદ કરતા મોટો દેખાય છે. દર વર્ષે ત્રણથી ચાર વખત સુપરમૂન જોવા મળે છે.

સુપરમૂન દેખાવા પાછળનું કારણ પણ ઘણું રસપ્રદ છે. હકીકતમાં, આ સમય દરમિયાન ચંદ્ર તેની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ભ્રમણકક્ષાની ખૂબ નજીક આવે છે. આ સ્થિતિને પેરીજી કહેવામાં આવે છે. બીજી બાજુ, જ્યારે ચંદ્ર પૃથ્વીથી દૂર જાય છે, ત્યારે તેને એપોજી કહેવામાં આવે છે. જ્યોતિષી રિચાર્ડ નોલે સૌપ્રથમ 1979માં સુપરમૂન શબ્દનો ઉપયોગ કર્યો હતો.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow