રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું 40 ડિગ્રી તાપમાન

રાજકોટમાં સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું 40 ડિગ્રી તાપમાન

રાજકોટમાં બુધવારે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સૌરાષ્ટ્રનું સૌથી ઊંચું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજથી દ્વારકા, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડશે અને તેજ ગતિથી પવન ફૂંકાશે. તેજ ગતિથી પવન ફૂંકાવાનો હોય હવામાન વિભાગે લોકોને તાકીદ કરી છે કે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું.

રાજકોટમાં બુધવારે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ પવનની ઝડપ 26 કિમી રહી હતી. બપોરે લૂ અને આકરા તાપનો અનુભવ થયો હતો. જેમ જેમ તાપમાન વધી રહ્યું છે તેમ તેમ લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળે છે. જેને કારણે રોડ-રસ્તા પર ટ્રાફિક ઓછો રહે છે. બુધવારે અમરેલીમાં 39.8, ભાવનગર 39.2, દ્વારકા 30.7, ઓખા 32.4, પોરબંદર 35.1, વેરાવળ 31.8, દીવ 31.2, સુરેન્દ્રનગર 40.8, મહુવા 33.6, કેશોદમાં 37.4 તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે 29 એપ્રિલ સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, દ્વારકા, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી ખાતે વરસાદની સંભાવના છે. વધુમાં હવમાન ખાતાના જણાવ્યા મુજબ જ્યાં વરસાદી વાતાવરણ હશે ત્યાં તેજ ગતિથી પવન પણ ફૂંકાશે. આ ઉપરાંત વરસાદની આગાહીને કારણે સૌરાષ્ટ્રના કેટલાક યાર્ડમાં આવક અને હરાજીની વ્યવસ્થા ફેરવવામાં આવે તેવી સંભાવના પણ વર્તાઈ રહી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow