રોકડ રૂપિયા હવે ઇ-રૂપી થશે

રોકડ રૂપિયા હવે ઇ-રૂપી થશે

ભારતીય રિઝર્વ બેન્ક આ વર્ષના અંત સુધીમાં પોતાની ડિજિટલ કરન્સી ‘ઇ-રૂપી’ લોન્ચ કરશે. આવું કરનાર દુનિયાનો પહેલો મોટો દેશ બનશે. આમ તો 11 દેશ ડિજિટલ કરન્સી લોન્ચ કરી ચૂક્યા છે. જો કે એ બધા જ નાના દેશ છે. જેમ કે બહામાસ, જમૈકા, નાઇજિરિયા અને ઇસ્ટર્ન કેરિબિયનના આઠ દેશ. ચીનમાં છેલ્લા બે વર્ષથી ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટના સ્તર પર છે અને ટેસ્ટિંગ જારી છે. જ્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં હજુ પણ રિસર્ચના તબક્કામાં છે....અનુસંધાન પાના નં. 8 RBIએ શુક્રવારે કહ્યું હતું કે તે પાયટલ પ્રોજેક્ટ પર ડિજીટલ કરન્સી (CBDC) લોન્ચ કરશે. પાયલટ પ્રોજેક્ટમાં કેટલીક સ્થિતિમાં જ ઇ-રૂપીનો ઉપયોગ કરાશે. બેન્કે તેના ઉદ્દેશ્યો, ફાયદા તેમજ જોખમોને લઇને એક કોન્સેપ્ટ નોટ પણ જારી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ડિજીટલ કરન્સીનો સૌથી પહેલા ઉપયોગ જથ્થાબંધ કારોબાર માટે કરાશે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ દરમિયાન ડિજીટલ કરન્સી જારી કરવાની જાહેરાત કરી હતી. પાયલટ પ્રોજેક્ટ માટે દેશની ચાર સરકારી બેન્કો ભારતીય સ્ટેટ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડાને સામેલ કરાઇ છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow