વહાલુડીના વિવાહમાં વૃદ્ધાશ્રમના વડીલોમાં અવસર જેવો આનંદ

વહાલુડીના વિવાહમાં વૃદ્ધાશ્રમના વડીલોમાં અવસર જેવો આનંદ

દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સંચાલક દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વહાલુડીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 22 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ વખતે ઉદ્યોગપતિ પરિવાર તરફથી મુખ્ય આર્થિક સહયોગ મળ્યો છે. જ્યારે 61 થી વધુ બહેનો સેવા આપશે.

આ અંગે વધુ માહિતી આપતા અનુપમભાઈ દોશીએ જણાવ્યું હતું કે, 2018થી સમૂહલગ્નની શરૂઆત કરવામાં આવી હતી. આ વખતે 17 ડિસેમ્બરના રોજ લગ્ન યોજાશે. જેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. મુખ્ય સહયોગી મનસુખભાઇ પાણ અને શોભનાબેન પાણ તથા ઈલાબહેન, અરવિંદભાઈ, રેનિલબેન વગેરેનો સહયોગ મળ્યો છે.

કુલ 171 કાર્યકર્તાઓની ટીમ સમગ્ર જવાબદારી સંભાળશે જેમાં મહિલા કમિટીના બહેનો દીકરીને ભેટમાં આપવામાં આવતી ચીજવસ્તુ, તેના બ્યૂટી પાર્લર, મહેંદી વગેરેની જવાદારી ઉપરાંત અન્નકોટ દર્શન પણ યોજાશે. આમ, હાલમાં આયોજક અને વૃદ્ધાશ્રમના વડીલોમાં ઉત્સાહ છવાયો છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow